મુંબઈમાં આજે ગણપતિ ઉત્સવનું સમાપન થયું. મયાનગરીમાં ધાર્મિક વિધિના ભાગ રૂપે, દર વર્ષે, અનંત ચતુર્દશીના દિવસે, પંડાલો અને ઘરોમાંથી ગણપતિની મૂર્તિઓનું કૃત્રિમ તેમજ કુદરતી જળાશયોમાં મોટી સંખ્યામાં વિસર્જન કરવામાં આવે છે . `ગણપતિ બાપ્પા મોર્યા, પૂછ્યા વર્ષી લવકર યા` ના નારા સાથે, મુંબઈકરોએ ગણપતિ વિસર્જન 2024ની વિધિ હાથ ધરી અને ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કર્યું. જુઓ મુંબઈના ગણપતિ વિસર્જનની કેટલીક આકર્ષક ક્ષણો.