વર્ષ 2024નું ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બરના રોજ થવાનું છે. લાલબાગચા રાજાના ગણપતિનું વિસર્જન, મુંબઈમાં ગણેશ ચતુર્થીનો અને ભવ્ય દસ દિવસીય ઉત્સવનો અંત દર્શાવે છે. લાલબાગચા રાજા, તેની વિશાળ અને જટિલ રીતે સુશોભિત ગણેશ મૂર્તિ માટે પ્રખ્યાત, હજારો ભક્તોને આકર્ષે છે. વિસર્જન દરમ્યાન બાપપની મૂર્તિને શહેરમાંથી ભવ્ય શોભાયાત્રામાં લઈ જવામાં આવે છે. આ યાત્રામાં વાઈબ્રન્ટ સંગીત, નૃત્યો અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આજે સવારે લાલબાગ ચા રાજા મંડળ દ્વારા વિસર્જન યાત્રા શરૂ થવાની પહેલા અંતિમ આરતી કરવામાં આવી હતી.