મુંબઈના ભવ્યાતિભવ્ય લાલબાગચા રાજાના ગણેશ વિસર્જન 2024 ની ભવ્યતાનો અનુભવ અનેરો હોય છે. બાપ્પાની વિશાળ મૂર્તિ વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી જઈ રહી છે. આ વીડિયો ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર જોશીલી ભીડની ઉર્જાથી તરબતર છે. મોટીમસ ચકાચોંધ કરી દે તેવી સજાવટ જોઇને તમે પણ ચોંકી જશો અને સાથે વાગતું સંગીત માહોલને વધુ સરસ બનાવે છે. આ ઉજવણીમાં કેટલાય લોકો જોડાઇ રહ્યા છે. આ વીડિયો મુંબઈના ગણપતિ વિસર્જનનો જાણે સાર છે અને આ ઉજવણીમાં આનંદ અને આધ્યાત્મિકનું મિશ્રણ છે. તે સાંસ્કૃતિક રીતે જેટલું સમૃદ્ધ છે તેટલું જ ભાવનાત્મક પણ છે. વીડિયોમાં લાઈવ વિઝ્યુઅલ્સ જુઓ.