મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને ડોમ્બિવલી બોઇલર બ્લાસ્ટમાં ઘાયલ થયેલા મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને 5 લાખની સહાય આપવામાં આવશે, જ્યારે ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. 23 મેના રોજ થાણેમાં એક મોટા બોઈલર વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.