ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નિતેશ રાણેએ 15 ડિસેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર દરમિયાન નાસિકમાં ઉદ્ધવ ઠાકરે જૂથના પદાધિકારી સુધાકર બડગુજર પર 1993 બોમ્બ બ્લાસ્ટના આરોપી દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી સલીમ કુટ્ટા સાથેના કેટલાક ફોટા બતાવીને ગંભીર આરોપો લગાવ્યા હતા.