મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને 28 મેના રોજ વીર સાવરકરને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સીએમ શિંદેએ બાંદ્રા-વર્સોવા સી-લિંક બ્રિજનું નામ વીડી સાવરકરના નામ પર રાખવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, "બાંદ્રા-વર્સોવા સી-લિંક બ્રિજનું નામ વીડી સાવરકરના નામ પર રાખવામાં આવશે અને તેને વીર સાવરકર સેતુ તરીકે ઓળખવામાં આવશે."