પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 1 month 3 days 6 hours 6 minutes ago
04:31 PM
News Live Updates : નિફ્ટી સર્વોચ્ચ સ્તરે, બનાવ્યો નવો રેકૉર્ડ
ભારતીય શેરબજાર માટે ડિસેમ્બર મહિનો અને શ્રેણીનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ઘણું સારું રહ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી જૂની ઊંચી સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ ફરીથી 67,000ને પાર કરવામાં સફળ રહ્યો હતો. FMCG - બેન્કિંગ શેરોમાં રોકાણકારોની ખરીદી અને મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોના ઉત્સાહને કારણે બજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 493 પોઈન્ટના ઉછાળા સાથે 67,481 અને નિફ્ટી 135 પોઈન્ટના ઉછાળા સાથે 20,267 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
Updated
1 year 1 month 3 days 9 hours 22 minutes ago
01:15 PM
News Live Updates : મુંબઈમાં તાપમાનનો પારો ૨૦ ડિગ્રીથી નીચે ગયો
ડિસેમ્બર આવતાની સાથે જ મુંબઈનું તાપમાન ઘટવા લાગ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બુધવારે ૨૯ નવેમ્બર સાંતાક્રુઝ વેધશાળામાં લઘુત્તમ તાપમાન ૧૯.૭ ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન કોલાબા વેધશાળામાં લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું. શુક્રવારે સવારે શહેર પર ધુમ્મસના સ્પષ્ટ સ્તર સાથે તડકો પડ્યો અને તાપમાન ૨૨.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ ૮૭ ટકા નોંધાયું હતું.
Updated
1 year 1 month 3 days 9 hours 52 minutes ago
12:45 PM
News Live Updates : આજે થાણેમાં બાર કલાક પાણી નહીં
થાણેમાં આજે એટલે કે પહેલી ડિસેમ્બરે ૧૨ કલાક માટે પાણી બંધ રહેશે. શુક્રવારે બપોરે ૧૨ વાગ્યાથી ર઼્ત્રે ૧૨ વાગ્યા સુધી થાણેમાં પાણી નહીં આવે. મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) દ્વારા બારવી ગ્રેવીટી ચેનલ પરના કટીંગ બ્લોક પર તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવશે તેના પગલે થાણે નગર વિસ્તારમાં દિવા, મુંબ્રા, કાલવા વોર્ડ સમિતિના તમામ ભાગો સાથે વાગલે વોર્ડ સમિતિ રૂપા દેવી પાડા, કિસાનનગર નં. 2, નેહરુનગર, માનપાડા વોર્ડ સમિતિના કોલશેત ખાલચા ગામમાં પણ ૧૨ કલાક પાણી પુરવઠો બંધ રહેશે.
Updated
1 year 1 month 3 days 10 hours 22 minutes ago
12:15 PM
News Live Updates : આવતા વર્ષે મે મહિનામાં ખુલશે ગોખલે બ્રિજ
BMC ગોખલે બ્રિજના ઓપન વેબ ગર્ડર (OWG)ને લોન્ચ કરવાના અંતિમ તબક્કામાં છે. આ સાથે, તેમનું લક્ષ્ય આ બ્રિજના પ્રથમ તબક્કાને ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં ખોલવાનું છે. જ્યારે સમગ્ર પુલ મે ૨૦૨૪થી કાર્યરત થશે. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રાયલ રનમાં ગર્ડરને રેલવેના ભાગ તરફ સરકાવવાનો સમાવેશ થશે અને તેમાં કોઈ નવા બાંધકામનો સમાવેશ થશે નહીં.