પ્રતિકાત્મક તસવીર
Updated
1 year 2 months 4 days 21 hours 13 minutes ago
04:55 PM
News Live Updates : મુંબઈમાં ઓનલાઈન સટ્ટાબાજીની ઍપ `ફેરપ્લે` સંબંધમાં તપાસ શરૂ
મહારાષ્ટ્ર પોલીસનું સાયબર સેલ ઓનલાઈન સટ્ટાબાજીની કંપની એપ `ફેરપ્લે`ના સંબંધમાં મુંબઈમાં રેપર બાદશાહની પૂછપરછ કરી રહ્યું છે. રેપર બાદશાહ સહિત 40 સેલિબ્રિટીઓએ કથિત રીતે ફેરપ્લે એપનો પ્રચાર કર્યો હતો.
Updated
1 year 2 months 4 days 21 hours 57 minutes ago
04:11 PM
News Live Updates : મુંબઈની આર્થર રોડ જેલમાં સૌથી વધુ અન્ડરટ્રાયલ વિદેશી નાગરિકો
એક તાજેતરના સર્વે મુજબ પ્રકાશમાં આવ્યું હતું કે મુંબઈની આર્થર રોડ જેલમાં સૌથી વધુ 238 કેદીઓ છે અને તેઓની સાથે અન્ડરટ્રાયલ વિદેશી નાગરિકો પણ છે.
Updated
1 year 2 months 4 days 22 hours 36 minutes ago
03:32 PM
News Live Updates : થાણેમાં લક્ષ્મી નારાયણ રેસિડેન્સીના ટ્રાન્સફોર્મરમાં ફાટી આગ
થાણેમાં લક્ષ્મી નારાયણ રેસિડેન્સીના ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી છે. આ સ્થળે રાહત કામગીરી ચાલી રહી છે એમ RDMCએ જણાવ્યું હતું.
Updated
1 year 2 months 4 days 23 hours 8 minutes ago
03:00 PM
News Live Updates : હથિયારોની દાણચોરી કરતી 24 વર્ષીય મહિલાની ધરપકડ
મુંબઈ પોલીસે હથિયારોની દાણચોરીના કેસમાં 24 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. તેની પાસેથી બે હથિયાર અને કારતુસ જપ્ત કર્યા છે.