ફાઇલ તસવીર
Updated
1 year 3 months 3 weeks 4 days 1 hour 18 minutes ago
02:52 PM
News Live Updates : નવી સંસદના ક્યારે થશે શ્રી ગણેશ? તારીખ આવી સામે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. પહેલા એવી ચર્ચા હતી કે તેને નવા સંસદ ભવનથી શરૂ કરવામાં આવશે, પરંતુ હવે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે વિશેષ સત્ર જૂની સંસદથી શરૂ થશે અને બાદમાં તેને નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવામાં આવશે.
Updated
1 year 3 months 3 weeks 4 days 2 hours 10 minutes ago
02:00 PM
News Live Updates : કોવિડ કૌભાંડમાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડનેકર વચગાળાની રાહત
બોમ્બે હાઈકોર્ટે બુધવારે મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડનેકરને કોવિડ-19 પીડિતો માટે બોડી બેગની ખરીદીના કૌભાંડના સંબંધમાં ચાર અઠવાડિયા માટે ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું.
Updated
1 year 3 months 3 weeks 4 days 2 hours 40 minutes ago
01:30 PM
News Live Updates : નવી મુંબઈમાં ૫૦ લાખની કિંમતના મેફેડ્રોન સાથે એકની ધરપકડ
પોલીસે આપેલી માહિતી પ્રમાણે, નવી મુંબઈમાંથી એક ૪૯ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. તેના કબજામાંથી 50 લાખની કિંમતનું પ્રતિબંધિત ડ્રગ મેફેડ્રોન જપ્ત કર્યું છે.
Updated
1 year 3 months 3 weeks 4 days 3 hours 10 minutes ago
01:00 PM
News Live Updates : કિરીટ સોમૈયા વીડિયો કેસમાં ન્યૂઝ ચેનલના એડિટર અને મીડિયા પર્સન વિરુદ્ધ FIR નોંધવામાં આવી
મુંબઈ પોલીસે કિરીટ સોમૈયાના કથિત વિડિયો કેસના સંબંધમાં લૈંગિક સ્પષ્ટ સામગ્રી પ્રસારિત કરવા બદલ પ્રાદેશિક સમાચાર ચેનલના એડિટર-ઈન-ચીફ અને મીડિયા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.