તસવીર સૌજન્ય - શાદાબ ખાન
Updated
3 months 2 weeks 3 days 14 hours 39 minutes ago
02:40 PM
News Live Updates: રતન તાતાની અંતિમ યાત્રા માટે મુંબઈમાં ટ્રાફિક એડવાઈઝરી જાહેર
મુંબઈ પોલીસે ગુરુવારે દિવંગત દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટાના શહેરમાં અંતિમ સંસ્કાર માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી હતી. ટ્રાફિક એડવાઇઝરીએ જણાવ્યું હતું કે રતન ટાટાના અંતિમ સંસ્કાર માટે વરલીના જીજામાતા નગરના સ્મશાનગૃહમાં નોંધપાત્ર મેળાવડાની અપેક્ષા છે.
Updated
3 months 2 weeks 3 days 16 hours 25 minutes ago
12:54 PM
News Live Updates: રતન તાતાનો પાર્થિવ દેહ મુંબઈના NCPA ખાતે લવાયો
રતન તાતાના અંતિમ સંસ્કાર માટે મુંબઈના વરલી સ્મશાનગૃહમાં તૈયારીઓ ચાલી રહી છે. તેમનો પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે બપોરે 3:30 વાગ્યે NCPA લૉનથી જશે. અંતિમ સંસ્કાર વરલી ખાતે થશે. તિરંગામાં લપેટાયેલ રતન તાતાનો પાર્થિવ દેહ મુંબઈના NCPA ખાતે પહોંચ્યો છે.
Updated
3 months 2 weeks 3 days 18 hours 35 minutes ago
10:44 AM
News Live Updates: રતન તાતાના પાર્થિવ દેહના દર્શને ઉમટ્યાં લોકો
NCPA લોન્સ, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે રતન તાતાના પાર્થિવદેહને મૂકવામાં આવ્યો છે. તેમની આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ઊમટયા છે.
Updated
3 months 2 weeks 3 days 19 hours 57 minutes ago
09:22 AM
News Live Updates: અમિત શાહ રતન તાતાના અંતિમ સંસ્કાર માટે મુંબઈ આવશે
આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રતન તાતાના અંતિમ સંસ્કાર માટે મુંબઈ આવશે, એવી માહિતી સૂત્રોએ આપી છે.