રતન ટાટા (ફાઈલ તસવીર)
Updated
3 months 2 weeks 4 days 15 hours 24 minutes ago
01:55 PM
News Live Updates: મુંબઈમાં એક કિશોરી પર સામૂહિક બળાત્કાર
મુંબઈમાં એક કિશોરી પર સામૂહિક બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાંદ્રા વિસ્તારમાં 18 વર્ષની એક યુવતીને ડ્રિંક પીવડાવીને તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. નિર્મલ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં 31 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપી હજુ ફરાર છે.
Updated
3 months 2 weeks 4 days 17 hours 49 minutes ago
11:30 AM
News Live Updates: તમિલનાડુમાં ઉચ્ચ વેતનની માગ સાથે વર્કર્સનું વિરોધ પ્રદર્શન
તમિલનાડુના કાંચીપુરમ ખાતે ઉચ્ચ વેતન અને યુનિયન (સેમસંગ ઈન્ડિયા વર્કર્સ યુનિયન)ની માન્યતાની માંગ સાથે વર્કરોએ વિરોધ ચાલુ રાખ્યો હતો. આને પગલે પોલીસ અને કામદારો વચ્ચે અથડામણ થઈ હતી.
Updated
3 months 2 weeks 4 days 18 hours 49 minutes ago
10:30 AM
News Live Updates: આસામ પોલીસે 8 કરોડ રૂપિયાની કિંમતના 80,000 યાબા ટેબ્લેટ જપ્ત કર્યા
કરીમગંજ જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 8 ઓક્ટોબરની સાંજે આસામ-ત્રિપુરા સરહદે જિલ્લામાં ચુરાઈબારી ચેકપોઇન્ટ પર એક વાહનને અટકાવવામાં આવ્યું હતું અને 8 કરોડ રૂપિયાની કિંમતની 80,000 યાબા ટેબ્લેટ જપ્ત કરવામાં આવ્યા હતા.
Updated
3 months 2 weeks 4 days 19 hours 49 minutes ago
09:30 AM
News Live Updates: કલકત્તામાં જુનિયર ડૉક્ટરોને ટેકો આપવા પચાસ સિનિયર ડૉક્ટરોએ રાજીનામાં આપ્યાં
કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજમાં છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર ઊતરેલા જુનિયર ડૉક્ટરોને ટેકો આપવા માટે હૉસ્પિટલના પચાસ સિનિયર ડૉક્ટરોએ ગઈ કાલે રાજીનામાં આપી દીધાં હતાં. ૯ ઑગસ્ટે જુનિયર ડૉક્ટર પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી જેને કારણે આ હૉસ્પિટલ વિવાદોમાં આવી છે અને જુનિયર ડૉક્ટરો દરદી સાથે મૈત્રતાપૂર્ણ વ્યવહારની માગણી માટે ફરી સ્ટ્રાઇક પર ઊતર્યા છે. શનિવારથી તેઓ ભૂખ-હડતાળ પર ઊતર્યા છે.