પ્રતીકાત્મક તસવીર
Updated
4 months 2 weeks 2 days 5 hours 50 minutes ago
09:30 PM
News Live Updates: 4,165 ઉમેદવારોએ પાસ કરી રિયલ એસ્ટેટ એજન્ટ્સની પરીક્ષા
મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (MahaRERA)એ રિયલ એસ્ટેટ એજન્ટ્સ પરીક્ષાની તાજેતરમાં આયોજિત 5મી આવૃત્તિના પરિણામો જાહેર કર્યા છે. 4,769 ઉમેદવારોમાંથી, 4,165એ પરીક્ષા પાસ કરી છે, જેનો અર્થ છે કે 87% ની પાસ ટકાવારી છે.
Updated
4 months 2 weeks 2 days 6 hours 20 minutes ago
09:00 PM
News Live Updates: બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે કોલકાતા-ઢાકા મૈત્રી એક્સપ્રેસ રદ
કોલકાતા-ઢાકા-કોલકાતા મૈત્રી એક્સપ્રેસની સેવાઓ મંગળવારે રદ રહેશે, પૂર્વ રેલવેએ બાંગ્લાદેશમાં સંબંધિત અધિકારીઓના સંદેશને ટાંકીને જણાવ્યું હતું, પીટીઆઈએ અહેવાલ આપ્યો છે.
Updated
4 months 2 weeks 2 days 6 hours 50 minutes ago
08:30 PM
News Live Updates: બાંગ્લાદેશની સ્થિતિને લઈને પીએમ મોદીના નિવાસસ્થાને બેઠક
ભારત બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક બેઠક શરૂ થઈ છે, જેમાં ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અજીત ડોભાલ પણ હાજર છે.
Updated
4 months 2 weeks 2 days 7 hours 20 minutes ago
08:00 PM
News Live Updates: બીજેડી ભારત સરકારના નિર્ણયનું સમર્થન કરશે
કૉંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે પાડોશી દેશમાં સ્થિતિ સંવેદનશીલ બની રહી છે, આશા છે કે સરકાર સંસદના બંને ગૃહોમાં આ અંગે નિવેદન આપશે. બીજુ જનતા દળ (બીજેડી)ના નેતા સસ્મિત પાત્રાએ કહ્યું કે તેમની પાર્ટી આ મુદ્દે ભારત સરકારના વલણને સમર્થન આપશે.