લોકલ ટ્રેન સ્ટેશન પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 2 months 3 weeks 10 hours 1 minute ago
07:01 PM
News Live Updates: હવે મહિલાઓ સ્ટેશન પર થઈ શકશે તૈયાર, રેલવેએ લીધો આ નિર્ણય
મુંબઈ લોકલમાં મુસાફરી કરનાર મહિલાઓ માટે સેન્ટ્રલ રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ રેલવેએ મહિલાઓની સુવિધા માટે સાત સ્ટેશનો પર મહિલા પાવડર રૂમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જયાં મહિલાઓને કપડા ચેન્જ કરવાની સુવિધા સાથે સાથે મેકએપ કરવાની સુવિધા પણ મળશે. માત્ર 10 રૂપિયા ચૂકવીને મહિલાઓ આ સુવિધાનો લાભ લઈ શકશે.
Updated
1 year 2 months 3 weeks 10 hours 4 minutes ago
06:58 PM
News Live Updates: રાયગઢમાં ઔદ્યોગિક એકમમાં ગેસ લીક થવાથી એક કામદારનું મોત, ચાર હોસ્પિટલમાં દાખલ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ઔદ્યોગિક એકમમાં ઝેરી ગેસના લીકને કારણે એક કામદારનું મોત થયું હતું અને ચારને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
Updated
1 year 2 months 3 weeks 12 hours 59 minutes ago
04:03 PM
News Live Updates: શરદ પવાર દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવા પહોંચ્યા
એનસીપી ચીફ શરદ પવાર દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા
#WATCH | NCP Chief Sharad Pawar arrives at the residence of Congress President Mallikarjun Kharge, in Delhi pic.twitter.com/Kc0hJ3SaAh
— ANI (@ANI) October 6, 2023
Updated
1 year 2 months 3 weeks 13 hours 48 minutes ago
03:14 PM
News Live Updates: નાંદેડ હોસ્પિટલ મોત મામલે બોમ્બે હાઈકોર્ટે કહ્યું આવું
મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરની સરકારી હોસ્પિટલોમાં તાજેતરમાં દર્દીઓના મૃત્યુમાં વધારો જોવા મળ્યો હતો અને ખાનગી હોસ્પિટલોમાંથી અત્યંત ગંભીર દર્દીઓના ભારે પ્રવાહનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કોર્ટે કહ્યું કે રાજ્ય તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં.