પ્રદીપ વિજયન (મિડ-ડે)
Updated
7 months 2 weeks 16 hours 3 minutes ago
09:30 PM
News Live Updates: આ વર્ષે કસારા, ખંડાલા ઘાટમાં સુરક્ષાની વધુ સારી જોગવાઈઓ કરવામાં આવી છે: મધ્ય રેલવે
સેન્ટ્રલ રેલ્વેએ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે ચોમાસા દરમિયાન સહ્યાદ્રીઓમાં ટ્રેનોની સલામત અવરજવર સુનિશ્ચિત કરવા માટે તેના રૂટના કસારા અને ખંડાલા `ઘાટ` (પહાડી) વિભાગોમાં આ વર્ષે વધુ સારી જોગવાઈઓ કરી છે.
Updated
7 months 2 weeks 16 hours 33 minutes ago
09:00 PM
News Live Updates: થાણે જિલ્લામાં ચોમાસા પહેલાની પહેલોની સમીક્ષા પૂર્ણ
થાણેના અધિક મુખ્ય સચિવ સુજાતા સૌનિકે ગુરુવારે થાણે જિલ્લામાં જાહેર સલામતી માટે ચોમાસા પહેલાની પહેલોની સમીક્ષા કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
Updated
7 months 2 weeks 17 hours 3 minutes ago
08:30 PM
News Live Updates: તમિલ અભિનેતા પ્રદીપ વિજયનનું નિધન, મૃત્યુના બે દિવસ પછી મળ્યો મૃતદેહ
તમિલ અભિનેતા પ્રદીપ વિજયન 12 જૂનના રોજ તેમના પાલવક્કમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અહેવાલો અનુસાર, અભિનેતાના મિત્ર બે દિવસ સુધી તેમનો સંપર્ક કરી શક્યા ન હોવાથી તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસને તેમનો મૃતદેહ તેમના જ ઘરેમાંથી મળી આવતા તેને સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મોતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
Updated
7 months 2 weeks 17 hours 33 minutes ago
08:00 PM
News Live Updates: પુણેમાં બસ કોન્ક્રીટ મિક્સર ટ્રક સાથે અથડાતાં ત્રણ ઘાયલ
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) ની બસ ગુરુવારે પુણેમાં કોંક્રિટ મિક્સર ટ્રક સાથે અથડાતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.