પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
Updated
4 months 2 weeks 48 minutes ago
09:30 PM
News Live Updates: હાઈ પ્રેશર પંપ હોવા છતાં રેલવે ટ્રેક પર પાણી ભરતાં મધ્ય રેલવેની ટ્રેનોને અસર
નીચાણવાળા વિસ્તારોમાં હાઈ પ્રેશર પંપ લગાવવા છતાં સોમવારે વરસાદના કારણે પાણી ભરાવાને કારણે મધ્ય રેલવે સેવાઓ ખોરવાઈ હતી જેને લીધે હજારો મુસાફરોને અસુવિધા થઈ હતી તેમ જ લોકલ ટ્રેન કલાકો સુધી પાટા પર રોકવામાં આવી હતી.
Updated
4 months 2 weeks 1 hour 18 minutes ago
09:00 PM
News Live Updates: લંડનથી લાવવામાં આવેલ `વાઘ નાખ` ખોટા- ઈતિહાસકારનો દાવો
ઈતિહાસકાર ઈન્દ્રજિત સાવંતે સોમવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર લંડનના મ્યુઝિયમમાંથી છત્રપતિ શિવાજી મહારાજનું `વાઘ નાખ` અથવા વાઘના પંજાના આકારનું શસ્ત્ર જે લાવવા માગે છે તે "સાચાનથી". તેમણે કહ્યું કે મહારાજ દ્વારા વપરાયેલા હથિયાર હજુ પણ છે મહારાષ્ટ્રના સતારામાં છે.
Updated
4 months 2 weeks 1 hour 48 minutes ago
08:30 PM
News Live Updates: BMW હિટ એન્ડ રન કેસના આરોપીઓને પકડવા માટે 11 ટીમો બનાવાઇ
શિવસેના એકનાથ શિંદે જૂથના નેતાના 24 વર્ષના પુત્રને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને મુંબઈ પોલીસે 11 ટીમો બનાવી હતી. આ યુવાનને પોતાની BMW કાર સ્કૂટરને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું અને તેના પતિને ઈજા થઈ હતી.
Updated
4 months 2 weeks 2 hours 18 minutes ago
08:00 PM
News Live Updates: મુંબઈમાં નવ કલાકમાં 101.8 મીમી વરસાદ, ઉપનગરોમાં માત્ર 14.8 મીમી વરસાદ
મુંબઈમાં સોમવારે નવ કલાકમાં 101.8 મીમી વરસાદ નોંધાયો હતો, જે તે જ સમયગાળામાં તેના ઉપનગરો કરતાં લગભગ સાત ગણો વધુ હતો, જ્યારે મહારાષ્ટ્રના અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થયો હતો છે.