પ્રતીકાત્મક ફાઇલ તસવીર
Updated
3 months 1 week 4 days 16 hours 29 minutes ago
09:30 PM
News Live Updates: હિમાચલમાં વરસાદ ચાલુ, 62 રસ્તાઓ બંધ
હિમાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે 62 રસ્તાઓ બંધ થઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં બત્તી પણ ગુલ થઈ ગઈ છે. સિમલામાં 30, મંડીમાં 16, કાંગડામાં 10, કુલ્લુમાં બે અને કિન્નૌર, ઉના, સિરમૌર અને લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં એક-એક રસ્તા બંધ કરવામાં આવ્યા હતા, રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે, 17 પાવર સ્ટેશનો પણ ખોરવાઈ ગયા છે.
Updated
3 months 1 week 4 days 16 hours 59 minutes ago
09:00 PM
News Live Updates: દિલ્હીનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું
હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે હતું. હવામાનના આંકડા મુજબ દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 92 ટકા અને 75 ટકા વચ્ચે હતું.
Updated
3 months 1 week 4 days 17 hours 29 minutes ago
08:30 PM
News Live Updates: 15 લાખની છેતરપિંડી કરવા બદલ મુંબઈ પોલીસે મહિલા સામે ગુનો નોંધ્યો
એક અધિકારીએ સોમવારે જણાવ્યું કે, મુંબઈ પોલીસે ભારતીય પોસ્ટના નિવૃત્ત કર્મચારીને આકર્ષક સ્કીમમાં પૈસાનું રોકાણ કરવાના બહાને રૂ. 15 લાખની છેતરપિંડી કરવા બદલ એક મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
Updated
3 months 1 week 4 days 17 hours 59 minutes ago
08:00 PM
News Live Updates: કલવાના ઘરમાંથી પોલીસ અધિકારીની કોહવાયેલો મૃતદેહ મળ્યો
એક પોલીસકર્મી થાણે શહેરના કાલવામાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. કાલવા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, 7 સપ્ટેમ્બરના રોજ ઘરના બાથરૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે પડોશીઓએ ઘરની અંદરથી આવતી દુર્ગંધ અંગે ચેતવણી આપી હતી. "થાણે ગ્રામીણ પોલીસ સાથે જોડાયેલા 42 વર્ષીય અજય સોનાજી શિંદેનું મૃત્યુ કેટલાક દિવસો પહેલા થયું હોઈ શકે છે કારણ કે શરીર સડવાનું શરૂ થઈ ગયું છે. અમને ઘરમાંથી દારૂની ખાલી બોટલ મળી છે. અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે," અધિકારીએ કહ્યું.