મુંબઈ પોલીસ (પ્રતીકાત્મક તસવીર)
Updated
7 months 2 days 3 minutes ago
09:30 PM
India General Election 2024: મુંબઈમાં શાંતિપૂર્ણરીતે થયું મતદાન-મુંબઈ પોલીસ
મુંબઈમાં મતદાન દરમિયાન કોઈ ગંભીર ગુનો કે હિંસા થઈ નથી. એમ. સી. સી. ના ઉલ્લંઘનની કેટલીક ફરિયાદો અને અન્ય ઘટનાઓ કે જેમાં જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે તે સિવાય સંપૂર્ણપણે શાંતિપૂર્ણ ચૂંટણીઃ મુંબઈ પોલીસ
Updated
7 months 2 days 32 minutes ago
09:01 PM
India General Election 2024: કલવા વિસ્તારમાં ઈજાગ્રસ્ત મહિલાને પોતાનો કાફલો રોકીને શિંદેએ કરી મદદ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમનો કાફલો રોક્યો હતો અને કલવા વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાને મદદ કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે શિંદે પોતાના પરિવારના સભ્યો સાથે શહેરમાં મતદાન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે રસ્તા પર એક ઓટો રિક્ષા પલટી ખાઇ ગઇ હતી
Updated
7 months 2 days 1 hour 3 minutes ago
08:30 PM
India General Election 2024: કૉંગ્રેસ ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ
મુંબઈના સાયન વિસ્તારમાં સ્થિત લિટલ એન્જલ સ્કૂલમાં ચાલી રહેલા મતદાન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. ભાજપના કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો કે તેઓ મતદાન કેન્દ્રથી 100 મીટર દૂર મતદારોને મતદાનની સ્લિપ આપી રહ્યા હતા, જેના પર કોંગ્રેસના અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના લોકો મતદાન કેન્દ્રની નજીક જઈને મતદાન પ્રક્રિયામાં દખલ કરી રહ્યા છે. ત્યારબાદ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા અને ભાજપે દાવો કર્યો હતો કે તેઓએ બે લોકોને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભાજપના કાર્યકરની ફરિયાદના આધારે સાયન પોલીસે બે અજાણ્યા લોકો સામે આઈપીસીની કલમ 506 (2) હેઠળ કેસ નોંધ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી. મુંબઈ પોલીસ
Updated
7 months 2 days 1 hour 33 minutes ago
08:00 PM
India General Election 2024: મતદાન મથક પર હાર્ટઅટેક આવતા 56 વર્ષીય ચૂંટણી અધિકારીનું મોત
મુંબઈ દક્ષિણ લોકસભા મતવિસ્તારમાં એક મતદાન મથક પર હૃદયરોગનો હુમલો થતાં 56 વર્ષીય ચૂંટણી અધિકારીનું મૃત્યુ થયું હતું, જ્યાં સોમવારે સામાન્ય ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાન ચાલી રહ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.