પોલીસે તેની પાસેથી ૪.૨ લાખ રૂપિયાની કિંમતની કુલ ૧૦ ચોરાયેલી મોટરસાઇકલ જપ્ત કરી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના કાશીમીરા વિસ્તારમાં મોટરસાઇકલ ચોરવા બદલ ૨૩ વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું.
કાશીમીરામાંથી મોટરસાઇકલની ચોરીની ઘણી ફરિયાદો ઊઠતાં પોલીસે આ વિસ્તારમાં ચાંપતી નજર રાખી હતી એમ સિનિયર ઇન્સ્પેક્ટર અવિરાજ કુર્હડેએ જણાવ્યું હતું.
પોલીસે બાતમીના આધારે રવિવારે આરોપીને ઝબ્બે કર્યો હતો. કાશીમીરા, નવઘર, મીરા રોડ, તુલિંજ પોલીસ સ્ટેશન્સ અને મુંબઈના ડીએન નગર પોલીસ સ્ટેશનમાં મોટરસાઇકલની ચોરીના નવ કેસમાં સંડોવાયેલો હતો.
ADVERTISEMENT
પોલીસે તેની પાસેથી ૪.૨ લાખ રૂપિયાની કિંમતની કુલ ૧૦ ચોરાયેલી મોટરસાઇકલ જપ્ત કરી હતી.