Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વરલીના હિટ ઍન્ડ રન કેસમાં રાજેશ શાહને જામીન, ડ્રાઇવરને પોલીસ-કસ્ટડી અને મુખ્ય આરોપી હજી નાસતો ફરી રહ્યો છે

વરલીના હિટ ઍન્ડ રન કેસમાં રાજેશ શાહને જામીન, ડ્રાઇવરને પોલીસ-કસ્ટડી અને મુખ્ય આરોપી હજી નાસતો ફરી રહ્યો છે

Published : 09 July, 2024 01:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિહિર શાહ વિદેશ ન ભાગી જાય એ માટે લુકઆઉટ નોટિસ

રાજેશ શાહ

રાજેશ શાહ


વરલી BMW હિટ ઍન્ડ રન કેસમાં પકડાયેલા રાજેશ શાહ અને ડ્રાઇવર રાજરિશી રાજેન્દ્ર બિડાવતને પોલીસે ગઈ કાલે ​શિવડી કોર્ટમાં હજાર કર્યા હતા. કોર્ટે રાજેશ શાહને ૧૪ દિવસની જેલ-કસ્ટડી આપી હતી અને ડ્રાઇવર રાજરિશી બિડાવતને એક દિવસની પોલીસ-કસ્ટડી આપી હતી. રાજેશ શાહે ત્યાર બાદ જામીન માટે અરજી કરતાં કોર્ટે તેના જામીન મંજૂર રાખ્યા હતા અને ૧૫,૦૦૦ના કૅશ બૉન્ડ પર તેને છોડવામાં આવ્યો હતો, જ્યારે કેસના મુખ્ય આરોપી રાજેશ શાહના દીકરા મિહિરને પકડવા પોલીસની ૪ ટીમ કામે લાગી છે. તે વિદેશ ન ભાગી જાય એ માટે તેની સામે લુક આઉટ નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવી છે.  


વરલીના ઍની બેસન્ટ રોડ પર રવિવારે પરોઢિયે ૫.૩૦ વાગ્યે મિહિર શાહે તેની BMW કાર પૂરઝડપે ચલાવી તેની આગળ‍ સ્કૂટી પર જઈ રહેલા વરલી કોલીવાડામાં રહેતાં પ્રદીપ નાખવા અને કાવેરી નાખવાને પાછળથી અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કાવેરી નાખવાનું નિધન થયું હતું, જ્યારે પ્રદીપ નાખવા ઘાયલ થયા હતા. વરલી પોલીસે આ સંદર્ભે ગુનો નોંધ્યો હતો. કાર રાજેશ શાહના નામ પર નોંધાયેલી હોવાથી તેમને અને ડ્રાઇવરે કે જે અકસ્માત વખતે કારમાં હાજર હતો તેની ધરપકડ કરી હતી. પોલીસે મિહિરને નસાડવામાં ભાગ ભજવવા બદલ અને એ ત્રણે સામે સદોષ મનુષ્ય વધ, પરંતુ હત્યાનો ઇરાદો નહીંની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.



કોર્ટે ગઈ કાલે નોંધ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ (સદોષ મનુષ્ય વધ, પરંતુ હત્યાનો ઇરાદો નહીં)ની કલમ હેઠળ રાજેશ શાહ સામે ગુનો નોંધી શકાય નહીં. બચાવ પક્ષના વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે જ્યારે અકસ્માત થયો ત્યારે રાજેશ શાહ કાર પણ નહોતા ચલાવી રહ્યા કે ત્યારે ત્યાં હાજર પણ નહોતા.  


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2024 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK