Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > IND vs NZ Semi Final: મેચમાં નાપાક ઘટનાની આશંકા, મુંબઈ પોલીસને મળી ધમકી

IND vs NZ Semi Final: મેચમાં નાપાક ઘટનાની આશંકા, મુંબઈ પોલીસને મળી ધમકી

Published : 15 November, 2023 12:47 PM | Modified : 15 November, 2023 01:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારત બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સાથે તેની સેમીફાઈનલ (IND vs NZ Semi Final) મેચ રમશે. જો કે આ સેમીફાઈનલ મેચ પહેલા જ મુંબઈ પોલીસને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ધમકી મળી છે.

મુંબઈ પોલીસની પ્રતિકાત્મક તસવીર

મુંબઈ પોલીસની પ્રતિકાત્મક તસવીર


IND vs NZ Semi Final: હાલમાં ભારતમાં વન ડે ક્રિકેટ વર્લ્ડ કપનો ઉત્સાહ ચરમસીમા પર છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારત બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સાથે તેની સેમીફાઈનલ મેચ રમશે. જો કે આ સેમીફાઈનલ મેચ પહેલા જ મુંબઈ પોલીસને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ધમકી મળી છે. હાઈપ્રોફાઈલ ઈવેન્ટને લઈને ધમકી મળતાની સાથે જ મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.


શું છે સમગ્ર મામલો?



મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી ભારત અને ન્યુઝીલેન્ડની સેમીફાઈનલ મેચ દરમિયાન કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા મુંબઈ પોલીસને એક અજાણ્યા વ્યક્તિ તરફથી ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ટ્વિટર પર મુંબઈ પોલીસને ટેગ કર્યું છે જેમાં એક ફોટોમાં બંદૂક, હેન્ડ ગ્રેનેડ અને ગોળીઓ પણ જોવા મળે છે.


પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચમાં હજારો દર્શકો હાજર રહેશે. આ સિવાય મેચને લઈને ભારે ઉત્તેજના જોવા મળશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે વાનખેડે સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારો પર ચાંપતી નજર રાખી છે. એક અજાણ્યા વ્યક્તિએ તેના ટ્વીટમાં એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો જેમાં મેસેજ હતો કે તે મેચ દરમિયાન આગ લગાવશે.


એક અજાણ્યા વ્યક્તિએ X (અગાઉનું ટ્વિટર) પર મુંબઈ પોલીસને ધમકીભર્યો સંદેશો પોસ્ટ કર્યો હતો કે આજે વાનખેડે સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ વચ્ચે એક ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપવામાં આવશે. સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં કડક તકેદારી રાખવામાં આવી રહી છે. વ્યક્તિએ તેની પોસ્ટ પર મુંબઈ પોલીસને ટેગ કરી હતી અને ફોટામાં બંદૂક, હેન્ડ ગ્રેનેડ અને ગોળીઓ બતાવી હતી,” મુંબઈ પોલીસે જણાવ્યું હતું. પોલીસે બાદમાં જણાવ્યું હતું કે લાતુર જિલ્લાના 17 વર્ષીય યુવકની ક્રાઈમ બ્રાન્ચે મેસેજના સંબંધમાં અટકાયત કરી હતી.

આજે સેમીફાઇનલ રમાશે

ભારતીય ટીમ વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાથી માત્ર બે ડગલાં દૂર છે. વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારતીય ટીમનો મુકાબલો ન્યુઝીલેન્ડની ટીમ સાથે થવા જઈ રહ્યો છે. આ મેચ આજે 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી રમાશે. આ સમગ્ર વિશ્વ કપમાં ભારતીય ટીમ અપરાજિત રહી છે. તેથી ટીમનું મનોબળ ઘણું ઊંચું છે.

Whatsapp-channel Whatsapp-channel

15 November, 2023 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK