વર્લ્ડ આયંબિલ ડે પર મુંબઈના સપૂત આચાર્ય હેમવલ્લભસૂરીશ્વરજીને મુંબઈના સવાતેર હજારથી વધુ જૈનોએ આપી આયંબિલ તપની ભેટ
ગઈ કાલે BKCની ડાયમન્ડ માર્કેટમાં આયંબિલ કરતા અને પોતાનો વારો આવે એ માટે લાઇનમાં ઊભા રહેલા શ્રાવકો.
‘નેમના હેમ’ તરીકે જાણીતા જૈનાચાર્ય હેમવલ્લભસૂરીશ્વરજીના સળંગ ૧૦,૦૦૦ આયંબિલના માઇલસ્ટોન ટાણે શ્રાવકોને કરાયેલી ૯થી ૧ દિવસીય આયંબિલની હાકલને મુંબઈગરા જૈનોએ ઉમળકાથી વધાવી લીધી હતી. ગઈ કાલે વર્લ્ડ આયંબિલ ડેએ ચર્ચગેટથી લઈને વિરાર અને ફોર્ટથી લઈને ડોમ્બિવલી સુધીના જૈન સંઘોના ૧૩,૩૪૫ લોકોએ આયંબિલનુ તપ કર્યું હતું અને ૯ દિવસમાં કુલ ૫૪,૫૨૮ આયંબિલ થયાં હતાં.