કાંજુર માર્ગ મેટ્રો કાર ડેપોના કામથી લોકો પરેશાન
એમએમઆરડીએ દ્વારા કાંજુર માર્ગ ખાતે શરૂ કરાયેલ મેટ્રો કાર ડેપોના કામને કારણે વિસ્તારમાં ધૂળ-માટીનું સામ્રાજ્ય પથરાઈ રહ્યું હોઈ શહેરના ગ્રીન એક્ટિવિસ્ટોએ ચિંતા વ્યક્ત કરી છે.
મેટ્રો કાર શેડને આરેથી ખસેડીને કાંજુર માર્ગમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની નજીકમાં લઈ જવા માટે રૅલી કરનારા સ્ટાલિન ડીએ એમએમઆરડીએને સાઇટની આસપાસના વિસ્તારમાં ધૂળ અને કાદવનું પ્રમાણ ઊંચું હોવાનું જણાવતાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ ચકાસવા અને તેને ઓછું કરવા યોગ્ય પગલાં લેવા અપીલ કરી છે.
ADVERTISEMENT
સાઇટ બાજુ આવ-જા કરતાં ડમ્પરને કારણે ઊડતી ધૂળ-માટીને કારણે હવાની દૃશ્યતાનું પ્રમાણ પણ ઘટ્યું છે જે મોટરચાલકો માટે સમસ્યા બની શકે છે. સ્ટાલિન ડીએ એમએમઆરડીએને ધૂળ-માટીનું પ્રમાણ ઓછું કરવા સ્પ્રિન્કલર્સ કે ટેન્કરથી પાણીના છંટકાવ જેવા પગલાં લેવા પણ વિનંતી કરી હતી.

