મુંબઈ ક્રિકેટ એસોસિએશનના (Mumbai Cricket Association) ગરવારે ક્લબમાં ફાઈનલ મેચની મોટી સ્ક્રીન પર બ્રૉડકૉસ્ટ થઈ રહી હતી આ દરમિયાન એક 3 વર્ષના બાળકનું સીડી પરથી પડી જવાથી મોત નીપજ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
દુબઈમાં (Dubai) ફ્રાન્સ અને અર્જેન્ટિનાની (ફીફા ફીવર) ફાઈનલ મેચ દરમિયાન ભારતમાં બે અલગ-અલગ જગ્યાએ અકસ્માતમાં બે જણના જીવ ગયા. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના (Mumbai Cricket Association) ગરવારે ક્લબમાં ફાઈનલ મેચની મોટી સ્ક્રીન પર બ્રૉડકૉસ્ટ થઈ રહી હતી આ દરમિયાન એક 3 વર્ષના બાળકનું સીડી પરથી પડી જવાથી મોત નીપજ્યું હતું.
મરીન ડ્રાઈવ પોલીસે કેસની તપાસ કરીને બાળકનો મૃતદેહ તેના માતા-પિતાને સોંપી દીધો. તો રવિવારે (18 ડિસેમ્બર)ના ઈન્ફાલમાં મોડી રાતે વર્લ્ડકપની જીતનો જશ્ન ઉજવતા અજ્ઞાત લોકોએ હવામાં ફાયરિંગ કર્યું અને આ દરમિયાન ગોળી લાગવાથી 50 વર્ષની મહિલાનું મોત થયું.
ADVERTISEMENT
ઇન્ફાલ અકસ્માતમાં મહિલાએ ગુમાવ્યો જીવ
પોલીસે જણાવ્યું કે તે ઘટના મણિપુરના પૂર્વી ઈન્ફાલ જિલ્લાના સિંગજમેઈ વાંગ્મા ભીગાપતિ વિસ્તારમાં રવિવારે રાતે લગભગ સાડા અગિયાર વાગ્યે થઈ. મૃતકના પરિવારજનોએ કહ્યું કે ફ્રાન્સ પર અર્જેન્ટિનાની જીત બાદ જેવો ઉત્સવ શરૂ થયો, ફટાકડા અને ગોળીના અવાજ ગૂંજવા માંડ્યા.
આ પણ વાંચો : રેલવેની મોટી બેદરકારી...રાજધાની એક્સપ્રેસના ફૂડ મળ્યો વાંદો, વાયરલ થઈ તસવીર
પોલીસને તપાસમાં ખબર પડી કે તેમના ઘરના પહેલા માળે જ ગોળીના બે નિશાન મળ્યા જે લોખંડથી ચાદરથી બનેલા છે. તેમણે કહ્યું કે જ્યાં એક ગોળી તેમની પીઠમાં વાગી તો બીજી ગોળી તે લોખંડની ચાદરને પાર કરી ગઈ.