મહિલાના આ દાવાને કારણે સમગ્ર એરપોર્ટ પર વાતાવરણ તંગ બન્યું હતું અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો
પ્રતીકાત્મક તસવીર
બુધવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પર એક મહિલા મુસાફરે દાવો કર્યો હતો કે તે તેના સામાનમાં બોમ્બ લઈ રહી છે. મહિલાના આ દાવાને કારણે સમગ્ર એરપોર્ટ પર વાતાવરણ તંગ બન્યું હતું અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ મુંબઈ (Mumbai)થી કોલકાતા (Kolkata) જતી મહિલા મુસાફરને તેના સામાન માટે વધારાના પૈસા આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આ ઘટના બની હતી.
અહેવાલ મુજબ, મહિલા બે બેગ લઈને જતી હતી અને તેથી મહિલાને એરપોર્ટ સ્ટાફ દ્વારા વધારાનો ચાર્જ ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે, તેણીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો અને એરપોર્ટ સ્ટાફ સાથે ઝઘડો થયો હતો. ઝગડા બાદ પણ જ્યારે મામલો થાળે ન પડ્યો ત્યારે મહિલાએ દાવો કર્યો કે તેણી તેની બેગમાં બોમ્બ લઈ જઈ રહી છે.
ADVERTISEMENT
ઘટના બાદ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા સ્નિફર ડોગ્સની મદદથી મહિલા પ્રવાસીની બેગની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે તેણીના સામાનમાં કોઈ વિસ્ફોટક વસ્તુ નથી. આ ઘટના બાદ, મહિલા વિરુદ્ધ આઈપીસીની કલમ 336 અને 505 (2) હેઠળ સહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
મહિલા વિરુદ્ધ IPC કલમ 336 અન્ય લોકોના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકે તેવું કાર્ય કાર્ય, કલમ 505 (2) જાહેર દુષ્ટતા માટેના નિવેદનોને સંબોધિત કરવા જેવા આરોપ ઘડવામાં આવ્યા છે. આ આરોપો સાથે, મહિલાને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે બાદમાં મહિલાને જામીન આપી દીધા હતા.
આ પણ વાંચો: Maharashtra: આવતી કાલે બપોરે ૧ વાગ્યે આવશે SSCનું રિઝલ્ટ, આ રીતે કરો ડાઉનલોડ
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી ઘટના પહેલી વાર બની નથી. ઑક્ટોબરમાં, એરપોર્ટ સત્તાવાળાઓને ઇન્ડિગોના પ્લેનમાં બોમ્બ હોવાની ખોટી ધમકી મળી હતી. તે સમયે ફ્લાઇટ મોડી પડી હતી. આ હોક્સ કૉલને કારણે એરપોર્ટ પર સુરક્ષા દળો હાઈ એલર્ટ પર હતા.