ત્રણ દિવસનું સ્પેશ્યલ સેશન ગઈ કાલે પૂરું થયું હતું. આથી હવે નાગપુરમાં ૧૬ ડિસેમ્બરથી શિયાળુ સત્ર બોલાવવામાં આવશે
રાહુલ નાર્વેકર
મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિએ મહાવિજય મેળવ્યા બાદ વિધાનસભાનું ત્રણ દિવસનું સ્પેશ્યલ સેશન બોલાવવામાં આવ્યું હતું, ગઈ કાલે એના ત્રીજા દિવસે વિધાનસભાના સ્પીકર તરીકે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય ઍડ્વોકેટ રાહુલ નાર્વેકર બિનવિરોધ ચૂંટાયા હતા. બીજા કોઈએ સ્પીકરપદ માટે ઉમેદવારી નહોતી નોંધાવી. આથી વિધાનસભાના પ્રો-ટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરે ધ્વનિ મતથી રાહુલ નાર્વેકરની સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અઢી વર્ષની મહાયુતિની ગઈ સરકારમાં પણ રાહુલ નાર્વેકર વિધાનસભાના સ્પીકર હતા. ત્યાર બાદ રાજ્યપાલે વિધાનસભ્યોને સંબોધ્યા હતા. ત્રણ દિવસનું સ્પેશ્યલ સેશન ગઈ કાલે પૂરું થયું હતું. આથી હવે નાગપુરમાં ૧૬ ડિસેમ્બરથી શિયાળુ સત્ર બોલાવવામાં આવશે. હવે આવતી કાલે કે બુધવારે રાજ્યના પ્રધાન મંડળનું પહેલું વિસ્તરણ કરવામાં આવે એવી શક્યતા છે.
આવ ભાઈ હરખા, આપણે બધા સરખા
ADVERTISEMENT
સામાન્ય રીતે એકબીજાના કટ્ટર હરીફ માનવામાં આવતા ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના જિતેન્દ્ર આવ્હાડ અને સમાજવાદી પાર્ટીના રઈસ શેખ ગઈ કાલે વિધાનભવનમાં ગપ્પાં મારતા જોવા મળ્યા હતા.

