શપથવિધિ બાદ રાજ્યના નવા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું...
શપથવિધિ સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ લેતા એકનાથ શિંદે.
મહાયુતિની નવી સરકારમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર (DCM) તરીકે શપથ લેનારા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે રાત્રે પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી. એમાં તેમણે કહ્યું હતું કે ‘અઢી વર્ષમાં રાજ્ય અને કેન્દ્રમાં એક જ સરકાર હોવાથી ભરપૂર પીઠબળ મળ્યું એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માનું છું અને તેમને અભિનંદન કરું છું. તેઓ મારી પાછળ ઊભા રહ્યા એને લીધે જ અમારાં અઢી વર્ષ સફળ રહ્યાં. ડેવલપમેન્ટના પ્રોજેક્ટ, લાડકે ભાઉ, લાડકી બહિણ સહિત સમાજના બધા ઘટક સરકાર સાથે રહ્યા. દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે પણ ખૂબ સહયોગ આપ્યો. અઢી વર્ષ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે મારું નામ સૂચવ્યું હતું, આજે મેં તેમને આ પદે બિરાજમાન થવાનું નામ સૂચવ્યું હતું એનો મને આનંદ છે. CM એટલે કૉમન મૅન તરીકે કામ કર્યું, પદ કરતાં કામને વધુ મહત્ત્વ આપ્યું. હવે હું DCM થયો, હવે હું ડેડિકેટેડ ટુ કૉમન મૅન તરીકે કામ કરીશ. દેવેન્દ્રજીને મારો પૂરો સહયોગ રહેશે. વેગવાન સરકાર તરીકે અમે કામ કરીશું.’
બાળાસાહેબનું અભિવાદન કર્યું
ADVERTISEMENT
મહારાષ્ટ્રની નવી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે ગઈ કાલે શપથ લીધા બાદ એકનાથ શિંદેએ કોલાબામાં શિવસેનાના સ્થાપક હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેના પૂતળાને હાર પહેરાવીને અભિવાદન કર્યું હતું.