જનતાના રૂપિયે બહેનોને રૂપિયા આપીને પોતાની બ્રૅન્ડિંગ કરવા કરતાં તે સુરક્ષિત છે એ ભાવના જો નિર્માણ કરવામાં આવે તો સારું રહેશે.’
રાજ ઠાકરે
બદલાપુરની ઘટના બાબતે મહા વિકાસ આઘાડીએ સરકારને નિશાના પર લીધી છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ પણ સરકારને ઘેરતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘આજે સરકાર લાડકી બહિણ યોજના દ્વારા પોતાની પ્રશંસા કરવામાં મગ્ન છે, પણ જો તમારી બહેન ખરેખર લાડકી હોય તો તેના પર આવી મુશ્કેલી ન આવે અને તેમના પર અત્યાચાર થાય તો ન્યાય મળે એ જોવાનું પહેલું કર્તવ્ય નથી? મુખ્ય પ્રધાનના જિલ્લામાં જ કાયદાનું પાલન ન થતું હોય તો બાકીની જગ્યાએ શું સ્થિતિ હશે એની કલ્પના પણ ન થઈ શકે. જનતાના રૂપિયે બહેનોને રૂપિયા આપીને પોતાની બ્રૅન્ડિંગ કરવા કરતાં તે સુરક્ષિત છે એ ભાવના જો નિર્માણ કરવામાં આવે તો સારું રહેશે.’