ઓવરઑલ ૯૯.૬૫ ટકા વિદ્યાર્થિની અને ૯૯.૩૧ ટકા વિદ્યાર્થી બોર્ડની આ પરીક્ષામાં સફળ થયાં છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)ની ટેન્થની બોર્ડની પરીક્ષાનું ગઈ કાલે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના ચારેય રીજનમાં વેસ્ટર્ન રીજનમાં સામેલ મહારાષ્ટ્ર અને ગોવા રીજનના ૯૯.૭૧ ટકા સ્ટુડન્ટ્સ પાસ થવાની સાથે ટૉપ પર રહ્યા છે. ચારેય રીજનમાં આ વર્ષે કુલ ૨,૪૩,૬૧૭ સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી હતી, જેમાંથી ૯૯.૪૭ ટકા એટલે કે ૨,૪૨,૩૨૮ સ્ટુડન્ટ્સ પાસ થયા છે. ઓવરઑલ ૯૯.૬૫ ટકા વિદ્યાર્થિની અને ૯૯.૩૧ ટકા વિદ્યાર્થી બોર્ડની આ પરીક્ષામાં સફળ થયાં છે. એનો અર્થ એ થયો કે આ વખતે છોકરીઓ છોકરાઓ કરતાં આગળ નીકળી ગઈ છે.