Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંધેરી રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

અંધેરી રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

Published : 29 June, 2021 02:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આશરે સાડાચાર એકર જમીનમાં રેલવે સ્ટેશનનો વિકાસ થશે

અંધેરી રેલવે સ્ટેશન

અંધેરી રેલવે સ્ટેશન


વેસ્ટર્ન રેલવેનું અંધેરી રેલવે સ્ટેશન ફૉરેનના કોઈ રેલવે સ્ટેશન જેવું દેખાય તો ચોંકી જવાની જરૂર નથી, કારણ કે ટૂંક સમયમાં અંધેરી રેલવે સ્ટેશનની કાયાપલટ થવાની છે. મુંબઈ રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા અંધેરી રેલવે સ્ટેશનનો ટૂંક સમયમાં વિકાસ કરવામાં આવશે. આશરે સાડાચાર એકર જમીનમાં રેલવે સ્ટેશનનો વિકાસ થશે, જેમાં પહેલા તબક્કામાં આશરે બે એકર જેટલી જમીન વિકાસ કરવા માટે સોંપવામાં આવી છે. આ વિકાસ કામ માટે આશરે ૨૧૮ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. અંધેરી રેલવે સ્ટેશન પર પુનર્વિકાસના કામ બાદ રેલવે સ્ટેશન લગભગ ૨૧ હજાર ૮૪૩ વર્ગ મીટર મોટું બનશે. ઉલ્લેખનીય છે કે ફક્ત અંધેરી જ નહીં પરંતુ બોરીવલી, કલ્યાણ, થાણે, દાદર, કલ્યાણ, બાંદરા રેલવે સ્ટેશનોનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2021 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK