૧૦૦થી ૧૪૦ લોકલ-સર્વિસ એનાથી પ્રભાવિત થશે, જ્યારે ૪૦ ટ્રેન શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વેસ્ટર્ન રેલવે લોકલ ટ્રેનોની સર્વિસિસ વધુ સારી રીતે ચાલી શકે એ માટે મેલ-એક્સપ્રેસ ટ્રેનની અલાયદી પાંચમી અને છઠ્ઠી લાઇન નાખી રહી છે જે અંતર્ગત ૪.૫ કિલોમીટર લાંબી ગોરેગામ અને કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઇન નાખવાનું કામ આજ રાતથી ચાલુ થવાનું છે જે ૩૩ દિવસ ચાલવાનું છે. મુખ્ય બાબત એ સામે આવી છે કે મલાડમાં છઠ્ઠી લાઇન (ઈસ્ટ તરફ) નાખવાની જગ્યા જ નથી એથી સ્લોની બે, ફાસ્ટની બે અને પાંચમી લાઇનને વેસ્ટ તરફ ખસેડી છઠ્ઠી લાઇન માટે જગ્યા કરવામાં આવશે. આ કામ લાંબું અને કડાકૂટ ભર્યું હોવાથી મોટા ભાગે રાતના સમયે જ એ કામ કરવાની વેસ્ટર્ન રેલવેની ગણતરી છે. આ કામની અસર ટ્રેનોના ટાઇમ-ટેબલ પર પણ થવાની છે. ૧૦૦થી ૧૪૦ લોકલ-સર્વિસ એનાથી પ્રભાવિત થશે, જ્યારે ૪૦ ટ્રેન શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો પણ એના કારણે ૧૫થી ૨૦ મિનિટ મોડી પડશે.