રવિવારે થનારી તાતા મુંબઈ મેરેથૉન 2023 માટે પશ્ચિમ રેલવેએ 15 જાન્યુઆરીના સવારે બે સ્પેશિયલ ધીમી લોકલ ચલાવવાનો નિર્ણય લીધો છે. વિરારથી ચર્ચગેટ અને ચર્ચગેટથી બાન્દ્રા રૂટ પર ટ્રેનો દોડશે.
Mumbai Local Update
પ્રતીકાત્મક તસવીર
તાતા મુંબઈ મેરેથૉન (TATA Mumbai Marathon) જે વિશ્વના દોડવીરોને આકર્ષિત કરે છે 15 જાન્યુઆરી 2023ના આયોજિત કરવામાં આવશે. આ મેરેથૉન બે વર્ષ બાદ આયોજિત કરવામાં આવશે. પશ્ચિમ રેલવેએ આ માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે.
રવિવારે થનારી તાતા મુંબઈ મેરેથૉન 2023 માટે પશ્ચિમ રેલવેએ 15 જાન્યુઆરીના સવારે બે સ્પેશિયલ ધીમી લોકલ ચલાવવાનો નિર્ણય લીધો છે. વિરારથી ચર્ચગેટ અને ચર્ચગેટથી બાન્દ્રા રૂટ પર ટ્રેનો દોડશે.
ADVERTISEMENT
ટ્રેન નંબર બીઓ 90004 બોરીવલીથી ચર્ચગેટ જે બોરીવલીથી 3.50 વાગ્યે નીકળશે. બોરીવલી સ્ટેશન પરથી રવિવારે પાંચ મિનિટ પહેલા એટલે કે 3.50 ને બદલે 3.45 વાગ્યે છૂટશે.
મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)એ આશ્વાસન આપ્યું છે કે સરકાર તાતા મેરેથૉનના સફળ સમાપનમાં મદદ કરશે. મુખ્યમંત્રી શિંદે હોટેલ ટ્રાઈડેન્ટમાં તાતા મુંબઈ મેરેથૉન રજિસ્ટ્રેશનના શુભારંભની જાહેરાત કરતા બોલી રહ્યા હતા.
મુખ્યમંત્રી શિંદેએ કહ્યું, કોવિડ નિવારક ઉપાયોને કારણે સાર્વજનિક આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, દરેક સ્પર્ધક માટે આ સારા સમાચાર છે, કારણકે લાંબા સમયની રાહ જોયા બાદ હવે જનજીવન ફરી સામાન્ય થઈ ગયું છે. મહાત્વાકાંક્ષી દોડવીર મેરેથૉન 2023માં ભાગ લેવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે તે આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ પણ વાંચો : Mumbaiથી આ સ્ટેશન વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેનો, વેસ્ટર્ન રેલવેએ કરી જાહેરાત
આ આયોજનમાં વિશ્વમાંથી 50 હજારથી વધારે શોખીન અને સાથે જ પેશાવર દોડવીરોના ભાગ લેવાની આશા છે, જેથી સ્પર્ધાને હજી વધારે આકર્ષક બનાવવાની આશા છે. મેરેથૉન બધાને એક સાથે એક મંચ પર લાવવાનો એક બહેતર વિકલ્પ અને માધ્યમ છે. મુખ્યમંત્રી શિંદેએ આશા વ્યક્ત કરી છે કે સામાન્ય નાગરિકોની સાથે-સાથે જાણીતી હસ્તીઓ, જનપ્રતિનિધિઓ પણ આ મેરેથૉનમાં ભાગ લેશે.