પ્રવાસીઓની સુવિધા માટે વધારે યાત્રાની માગ પૂરી કરવા માટે પશ્ચિમ રેલવે (Western Railway)એ મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) અને ભુસાવળ સ્ટેશન વચ્ચે ખાસ ભાડાં પર એક ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.
પ્રતીકાત્મક તસવીર
પ્રવાસીઓની સુવિધા માટે વધારે યાત્રાની માગ પૂરી કરવા માટે પશ્ચિમ રેલવે (Western Railway)એ મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) અને ભુસાવળ સ્ટેશન વચ્ચે ખાસ ભાડાં પર એક ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર એક પ્રેસ રિલીઝ પ્રમાણે, ટ્રેન નંબર 09051 મુંબઈ સેન્ટ્રલ- ભુસાવળ (ત્રિ-સાપ્તાહિક) સ્પેશિયલ દર રવિવારે, મંગળવારે અને શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી 23.55 વાગ્યે નીકળશે અને ભુસાવળ પહોંચશે બીજા દિવસે 12 વાગ્યે. આ ટ્રેન 10 જાન્યુઆરીથી 31 માર્ચ, 2023 સુધી દોડશે.
ADVERTISEMENT
આ રીતે, ટ્રેન નંબર 09052 ભુસાવળ-મુંબઈ સેન્ટ્રલ (ત્રિ-સાપ્તાહિક) સ્પેશિયલ ભુસાવળથી દર સોમવારે, બુધવારે અને શનિવારે 17.40 વાગ્યે નીકળશે અને બીજા દિવસે 05.20 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 11 જાન્યુઆરીથી 1 એપ્રિલ, 2023 સુધી દોડશે. આ ટ્રેન બોરીવલી, બોઈસર, વાપી, વલસાડ, નવસારી, ભેસ્તાન, બારડોલી, વ્યારા, નવાપુર, નંદુરબાર, દોંડાઈચા, સિંધખેડા, નરદાના, અમલનેર, ધારનગાંવ અને જલગાંવ સ્ટેશનો પર થોભશે.
આ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર ક્લાસ અને સામાન્ય દ્વિતીય શ્રેણીના ડબ્બા સામેલ છે. સૂચિત કરવામાં આવે છે કે લિનનની સુવિધા એસી પ્રથમ શ્રેણીમાં જ આપવામાં આવશે.
આ પણ વાંચો : હવે રિટાયર થવાનો સમય, આદિત્ય ઠાકરે સંભાળશે.. શું ઉદ્ધવના શબ્દો બોલ્યા રાઉત?
ટ્રેન નંબર 09051નું બૂકિંગ 9 જાન્યુઆરી, 2023થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. ઉપરોક્ત ટ્રેન ખાસ ભાડા પર ખાસ ટ્રેનો તરીકે ચાલશે. આ ટ્રેનના હૉલ્ટ અને અન્ય સમયની વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ ઈન્ડિયનરેલની ઑફિશિયલ વેબસાઈટ પર તપાસ કરી શકે છે.