Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMC ચૂંટણીમાં અમારો મુકાબલો આપ સામે  મુંબઈ બીજેપી અધ્યક્ષ આશીષ શેલાર

BMC ચૂંટણીમાં અમારો મુકાબલો આપ સામે  મુંબઈ બીજેપી અધ્યક્ષ આશીષ શેલાર

Published : 08 December, 2022 08:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બીજેપીએ ઘણાં દિવસો પહેલાથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મુંબઈમાં બીજેપી અધ્યક્ષ અને વિધેયક આશીષ શેલારે કહ્યું કે મુંબઈ નગર નિગમમાં હવે અમારો ફોક આમ આદમી પાર્ટી પર રહેશે, અન્ય પાર્ટીઓ હવે રેસમાં નથી.

તસવીર સૌજન્ય મિડ-ડે

BMC Election 2023

તસવીર સૌજન્ય મિડ-ડે


ગુજરાત ચૂંટણીમાં  ( GUJRAT ELECTIONS) જીત મળ્યા બાદ બીજેપીમાં ઉત્સવનો માહોલ છે. ગુજરાતથી દિલ્હી અને મુંબઈમાં બીજેપીની જીતનો જશ્ન ઉજવવામાં આવી રહ્યો છે. તો થોડાંક મહિનામાં મુંબઈમાં પણ બીએમસી (BMC Election)ની ચૂંટણી થવાની છે. જેથી બીજેપીએ ઘણાં દિવસો પહેલાથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મુંબઈમાં બીજેપી અધ્યક્ષ અને વિધેયક આશીષ શેલારે કહ્યું કે મુંબઈ નગર નિગમમાં હવે અમારો ફોક આમ આદમી પાર્ટી પર રહેશે, અન્ય પાર્ટીઓ હવે રેસમાં નથી.


આપને મળી દિલ્હી એમસીડી ચૂંટણીમાં જબરજસ્ત જીત
દિલ્હીમાં થયેલ એમસીડી ચૂંટણીમાં બીજેપીને માત આપીને આમ આદમી પાર્ટીએ પોતાની સત્તા સ્થાપિત કરી છે. દિલ્હી નગર નિગમમાં આમ આદમી પાર્ટીને 250 સીટમાંથી 134 સીટ પર જીત મળી છે. છેલ્લા 15 વર્ષથી દિલ્હી નગર નિગમ પર બીજેપીનો કબજો હતો.



આ પણ વાંચો : Gujarat Election Result: `કેસરિયા તેરા ઈશ્ક હૈ દિખા...` ક્યાંક ઠુમકા તો ક્યાંક ફટાકડાથી ઉજવણી


ગુજરાતમાં 156 સીટ પર જીત
બીજેપીએ ગુજરાત ચૂંટણીમાં 182 સભ્યની વિધાનસભામાં રેકૉર્ડ તોડ 156 સીટ પર જીત મેળવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ પાટીદાર અને આદિવાસી સીટમાં મત વહેંચ્યા, પણ આ વખતે કૉંગ્રેસનું પ્રદર્શન સૌથી ખરાબ હતું, જે 2017ની ચૂંટણીમાં થયેલા લાભને સાચવી રાખવામાં નિષ્ફળ રહી.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2022 08:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK