આતંકવાદી હુમલા દરમ્યાન પાકિસ્તાનના આતંકવાદીઓએ નરીમાન હાઉસમાં રહેતા રબ્બી ગેવ્રીલ હોલ્ટ્ઝબર્ગ અને તેમનાં પત્ની રિવકા હોલ્ટ્ઝબર્ગની હત્યા કરી હતી
ફાઇલ તસવીર
ઝરાઇલની નેસેટ (સંસદ)ના સ્પીકર આમીર ઓહાનાએ કહ્યું હતું કે મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે આતંકવાદી હુમલો કરવા માટે આતંકવાદીઓને મોકલનારા ગુનેગારોને પકડવા જોઈએ. નરીમાન પૉઇન્ટમાં આવેલા છાબડ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે આતંકવાદ ધર્મ અને જાતિ વચ્ચે ભેદ પાડતો નથી. ઓહાનાએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે અમે હજી સુધી આ ઘટનાની તપાસ પૂરી કરી નથી, કારણ કે આતંકવાદીઓને મોકલનારાઓ સામે ન્યાયિક કાર્યવાહી કરી નથી.
આતંકવાદી હુમલા દરમ્યાન પાકિસ્તાનના આતંકવાદીઓએ નરીમાન હાઉસમાં રહેતા રબ્બી ગેવ્રીલ હોલ્ટ્ઝબર્ગ અને તેમનાં પત્ની રિવકા હોલ્ટ્ઝબર્ગની હત્યા કરી હતી. તેમના બે વર્ષના દીકરાને ભારતીય આયા સૅન્ડ્રા સૅમ્યુઅલ દ્વારા બચાવવામાં આવ્યો હતો.