થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા મુંબ્રા, દિવા, કલવા, માજીવાડા, માનપાડા અને વાગલે વોર્ડ સમિતિને પાણી પૂરું પાડવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
થાણે (Thane)માં આગામી શુક્રવાર અને શનિવાર એટલે કે 24 અને 25 માર્ચે પાણી સમારકામને કારણે કેટલાક ભાગોમાં પાણી પુરવઠો ખોરવાઈ જશે. આ બંને દિવસ થાણેમાં ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો મળશે નહીં. આથી વિભાગના નાગરિકોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા મુંબ્રા, દિવા, કલવા, માજીવાડા, માનપાડા અને વાગલે વોર્ડ સમિતિને પાણી પૂરું પાડવામાં આવે છે. મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન દ્વારા પાણી પુરવઠા યોજના હેઠળ નવનિર્મિત બારમી ગ્રેવીટી ચેનલોને ચાલુ કરવાની તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કારણોસર શુક્રવાર અને શનિવાર, 24 અને 25 માર્ચન રોજ બપોરે 12 વાગ્યા સુધી કુલ 24 કલાક પાણી પુરવઠો બંધ રહેશે.
ADVERTISEMENT
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન હેઠળના દિવા અને કાલવા વોર્ડ સમિતિ તમામ વિસ્તારો, મુંબ્રા વોર્ડ સમિતિમાં વાય જંક્શનથી મુંબ્રા ફાયર બ્રિગેડ વિસ્તાર અને વાગલે વોર્ડમાં રૂપાદેવી પાડા, માનપાડા સમિતિ હેઠળના 2, નેહરુનગર તેમ જ કોલશેત ખાલચા ગામમાં 24 માટે સંપૂર્ણપણે પાણી પુરવઠો ખંડિત થશે. પાણી પુરવઠો પુન: શરૂ થયા બાદ આગામી એક-બે દિવસ પાણી પુરવઠાનું દબાણ ઓછું રહેશે.
આ પણ વાંચો: કોરોનાના કેસમાં ફરી થઈ રહ્યો છે વધારો : માસ્ક ફરી પહેરવો પડશે?
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ થાણેમાં પાણી પુરવઠો ખંડિત થયો હતો. તે સમયે યોજના મુજબ 2000 મીમી વ્યાસની મુખ્ય પાણીની ચેનલને ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ N-H 3 બાજુએ લોધા ધામમાં ખસેડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. તેથી, થાણેના કેટલાક ભાગોમાં ૧૫ માર્ચથી સવારે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી 24 કલાક માટે પાણી પુરવઠો (Water Supply in Thane) ખંડિત થયો હતો.