આંદોલન બાદ આ ક્ષેત્રમાં પાણીની નવી ટાંકી બનાવવામાં આવી છે
ગ્લોબલ સિટીમાં પાણીની ટાંકીના વાલ્વને ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું
વિરાર વેસ્ટટમાં આવેલા ગ્લોબલ સિટી પરિસરમાં પાણીની સપ્લાય ન થતી હોવાથી અહીંના રહેવાસીઓએ ૧૦ વર્ષથી ટૅન્કરના પાણી પર આધાર રાખવો પડે છે. સ્થાનિક સુધરાઈમાં પાણીની સપ્લાય કરવા માટે અનેક વખત માગણી કરવામાં આવ્યા બાદ પણ કોઈ પરિણામ ન આવતાં સ્થાનિક રહેવાસીઓએ ‘પાણી હક જલ આક્રોશ આંદોલન’ કર્યું હતું. આંદોલન બાદ આ ક્ષેત્રમાં પાણીની નવી ટાંકી બનાવવામાં આવી છે અને આ ટાંકીમાં પાણીની સપ્લાય પણ શરૂ કરી દેવામાં આવી છે. આથી આંદોલન કરનારા સ્થાનિક સમાજસેવક મયૂરેશ વાઘે કહ્યું હતું કે ‘૧૦ વર્ષ પછી ગ્લોબલ સિટી પરિસરમાં સુધરાઈનું પાણી આવતાં લોકોએ આનંદ વ્યક્ત કર્યો છે. આથી હવે લોકોએ ટૅન્કર પર આધાર નહીં રાખવો પડે. વસઈ વિરારમાં ધીમે-ધીમે પાણીની સપ્લાયમાં વધારો કરવામાં આવી રહ્યો છે એનો ફાયદો અહીંના લોકોને પાણી સંગ્રહ કરવા માટેની ટાંકી બનવાથી થશે.’