આરે અને બીકેસીને જોડનારી મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન 3નો પહેલો લૂક મંગળવારે જોવા મળ્યો હતો. આરે અને બીકેસી વચ્ચે મેટ્રો એક્વા લાઇન 3નો પહેલો ફેઝ, 4 ઑક્ટોબરે ખુલવાનો છે. આ મેટ્રો લાઇન બે એરપોર્ટ સ્ટેશનો વિના ખુલે તેવી વકી છે.
મુંબઈ મેટ્રોની આ લાઇનના કોચિઝ દરિયાના પાણીના ભૂરા રંગથી પ્રેરિત છે - ફાઇલ તસવીર
આરે અને બીકેસીને જોડનારી મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન 3નો પહેલો લુક મંગળવારે જોવા મળ્યો હતો. આરે અને બીકેસી વચ્ચે મેટ્રો એક્વા લાઇન 3નો પહેલો ફેઝ, 4 ઑક્ટોબરે ખુલવાનો છે. આ મેટ્રો લાઇન બે એરપોર્ટ સ્ટેશનો વિના ખુલે તેવી વકી છે. 33.5 કિલોમીટર લાંબા કોલાબા-બંદ્રા-સિપ્સ મેટ્રો-3 કોરિડોર 26 અંડરગ્રાઉન્ડ સ્ટેશનો સહિત શહેરમાં પરિવહનને બહેતર બનાવવાની યોજના છે. મુંબઈ મેટ્રો એક્વા લાઇન 3, બીજી મુંબઈ મેટ્રો લાઇન્સ અને લગબગ આઠ સ્થળે અત્યારેજે વાહનવહેવારની સવલત છે તેની સાથે જોડાયેલી છે. તેમાં મુંબઈના મોટા રેલવે સ્ટેશન CSMT અને ચર્ચગેટ ઉપરાંત ગ્રાન્ટ રોડ, મુંબઈ સેન્ટ્રલ (MSRTC બસ ડિપોના નજીક) અને દાદર સ્ટેશનથી લગભગ દસ મિનિટના અંતરે છે. મહાલક્ષ્મીમાં આ લાઇન મોનોરેલ સ્ટેશનની નજીક છે અને બીકેસીમાં આ મુંબઈ મેટ્રો લાઇન 2-બી અને મેટ્રો લાઇન 1 સાથે કનેક્ટેડ છે.
શેની સાથે જોડાશે
ADVERTISEMENT
ટ્રાફિકના પ્રશ્નનો ઉકેલ લાવવા, વાહનવહેવાર સરળ બનાવવા ઉપરાંત, આ નવી મેટ્રો લાઇન છ અગત્યનાં વ્યાપારી કેન્દ્ર અને રોજગારી હિસ્સાઓને જોડશે જેમાં નરીમાન પોઈન્ટ, કફ પરેડ, ફોર્ટ, લોઅર પરેલ, બીકેસી અને એસઈપીજેડ/એમઆઈડીસીનો સમાવેશ થાય છે. તે 30થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, ચૌદ ધાર્મિક સ્થળ, તેર હોસ્પિટલો અને ત્રીસથી વધુ મનોરંજનના સ્પોટ્સ પર લોકોને સરળતાથી પહોંચાડશે. અગત્યની વાત એ છે કે તે કાલબાદેવી, ગીરગામ અને વર્લી જેવી જેવા વિસ્તારો જ્યાં જાહેર સેવાની કનેક્ટિવિટી ઓછી છે ત્યાં પણ લોકોને માટે કનેક્ટિવિટી બહેતર બનાવશે.
View this post on Instagram
કયા સ્ટેશનો હશે
આ લાઇન પરના સ્ટેશનોમાં કફ પરેડ, વિધાનસભા મકાન, ચર્ચગેટ, હુતાત્મા ચોક, સીએમએસટી, કાલબાદેવી, ગિરગામ, ગ્રાંટ રોડ, મુંબઈ સેન્ટ્રલ, મહાલક્ષ્મી, સાયન્સ મ્યુઝિયમ, આચાર્ય અત્રે ચોક, વર્લી, સિદ્ધિવિનાયક, દાદર, શીતળાદેવી, ધારાવી, બીકેસી, વિદ્યાનગર, સાંતાક્રૂઝ, સીએસઆઇએ ટર્મિનલ 1 એટલે કે ડોમેસ્ટિક એરપોર્ટ અને સીએસઆઇએ ટર્મિનલ ટુ એટલે આંતરરાષ્ટ્રિય એરપોર્ટ, મરોળ નાકા, એમઆઇડીસી, સિપ્ઝ અને આરે કોલોનીનો સમાવેશ થાય છે.
કેટલા સ્ટેશનો અંડર ગ્રાઉન્ડ
સંપૂર્ણ રીતે ચાલુ થઈ થયા બાદ કોલાબા અને સીપ્સની વચ્ચે 33.5 કિલોમીટર લાંબી આ મેટ્રો લાઇન રોજ 1.7 મિલિયન લોકોને સેવા આપશે. આઠ રેલ્વો સ્ટેશન, એમએસઆરસીટી બસ ડેપો અને યેલો મેટ્રો લાઇન 2બી અને બ્લૂ લાઇન 1 સાથે જોડાશે. આ મેટ્રોલાઇનના 27 સ્ટેશનોમાંથી 26 અંડરગ્રાઉન્ડ હશે. મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) પાસે અત્યારે 19 રેકનું બેડું છે જે મેટ્રોના પહેલા તબક્કાને ચલાવવા માટે પુરતું છે. એક વાર ચાલુ થશે તે પછી એક્વા લાઇન રોજની 260 સર્વિસ આપશે તેવી આશા છે જેમાં 1.7 મિલિયન લોકો સફર કરી શકશે. એમએમઆરસીએલ સ્ટેશનો પર મલ્ટિ મોડલે કનેક્ટિવિટીને વધારવા માટે અન્ય જાહેર વાહન વહેવાર, બહેતર ફૂટપાથ, બેસવાની સવલત અને ફૂટ ઓવર બ્રિજના કનેક્શન્સ પણ ઉમેરાશે.