વિરારની પોલીસે આવું નામ આપતાં ગુજરાતી સમાજ ભડક્યો છે અને ગુજરાતીઓને બદનામ કરવા માટે સંબંધિત ઑફિસર સામે કડક પગલાં લેવાની માગણી કરી છે
કસ્ટડીમાં ત્રણેય આરોપી (નીચે) (તસવીર : હનીફ પટેલ)
હાઉસબ્રેકિંગના એકાધિક કેસમાં સામેલ એવી એક ગૅન્ગની વિરાર પોલીસે ધરપકડ કરી છે. પોલીસની ટીમે આ ગૅન્ગનું નામ ગુજરાતી ગૅન્ગ રાખ્યું છે. આના કારણે ગુજરાતી કમ્યુનિટી નારાજ થઈ છે અને ગુજરાતી કમ્યુનિટીને બદનામ કરવા માટે ઑફિસર સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. પોલીસનો આરોપ છે કે ગૅન્ગના મોટા ભાગના સભ્યો ગુજરાતના હતા એટલે એનું નામ ગુજરાતી ગૅન્ગ રાખ્યું છે.