તાજેતરમાં એક વિડિયો વાયરલ થયો છે જેમાં બે વ્યક્તિ એક બિલ્ડિંગના પહેલા માળની બારીમાંથી મોટા પાળેલા અજગરને અંદર ધકેલવાનો પ્રયાસ કરી રહી છે.
બે વ્યક્તિ સાપને ધક્કો મારવાનો પ્રયાસ કરી રહી હતી. એ મેટલ ગ્રિલ પર લટકતો હતો અને આખરે જમીન પર પડ્યો હતો
તાજેતરમાં એક વિડિયો વાયરલ થયો છે જેમાં બે વ્યક્તિ એક બિલ્ડિંગના પહેલા માળની બારીમાંથી મોટા પાળેલા અજગરને અંદર ધકેલવાનો પ્રયાસ કરી રહી છે. ગ્રિલની બહાર બેઠેલી વ્યક્તિ એને અંદર ધકેલી રહી છે, જ્યારે અંદર રહેલી વ્યક્તિ એને અંદર ઘુસાડવાનો પ્રયત્ન કરે છે અને આખરે અજગર નીચે પડી જાય છે
વાઇલ્ડ લાઇફ સંરક્ષણવાદીઓમાં એક વિડિયોએ ચિંતા પેદા કરી છે, જેમાં બે વ્યક્તિ એક બિલ્ડિંગના પહેલા માળની બારીમાંથી મોટા પાળેલા આલ્બિનો અજગરને અંદર ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિડિયોમાં ગ્રિલની બહાર બેઠેલી વ્યક્તિ એને અંદર ધકેલી રહી છે, જ્યારે અંદર રહેલી વ્યક્તિ એને અંદર ઘુસાડવાનો પ્રયત્ન કરે છે. આખરે અજગર નીચે પડી જાય છે. એનું મૃત્યુ થયું કે નહીં એ જાણી શકાતું નથી. સોમવારે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડિયોમાં દેખાતું બિલ્ડિંગ થાણે અથવા મુંબઈનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
નિષ્ણાતોનું માનવું છે કે આ અજગર વિદેશી પ્રજાતિનો છે. એ પાલતુ હતો, પરંતુ ભાગી જવામાં સફળ થયો હતો. વિદેશી સાપને પાલતુ પ્રાણી તરીકે રાખવાની પ્રથા વધી રહી છે. એમની ઉંમર અને કદના આધારે એમની કિંમત ૧૦,૦૦૦ રૂપિયાથી એક લાખ રૂપિયા જેટલી હોય છે.
થાણેના માનદ વાઇલ્ડ લાઇફ વૉર્ડન અને એનજીઓ RAWWના પ્રમુખ પવન શર્માએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વિદેશી વન્યજીવોનો વેપાર એ એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે, કારણ કે એમાંથી મોટા ભાગે ગેરકાયદે છે અને પ્રાણીઓનો જંગલમાં શિકાર કરીને એમને ખરીદવામાં આવે છે. કડક નિયમોના પાલન માટે ચુસ્ત નીતિ હોવી જરૂરી છે. અત્યારે આ રીતે પ્રાણીઓને પાળવાનો એક ટ્રેન્ડ બની ગયો છે. પૈસા અને ફેમ માટે એનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં આવે છે. વાઇલ્ડ લાઇફ (પ્રોટેક્શન) ઍક્ટ ૧૯૭૨માં તાજેતરમાં કરાયેલો સુધારો વિદેશી પ્રજાતિઓ પર વન વિભાગને અધિકારક્ષેત્ર આપે છે.’
કૉર્બેટ ફાઉન્ડેશનના વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશનિસ્ટ કેદાર ગોરે પણ આ વલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ઉમેર્યું હતું કે એ જંગલમાંથી પ્રાણીઓને લઈ જવાની માગ ઊભી કરે છે.
હર્પેટોલૉજિસ્ટ કેદાર ભીડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારત પાલતુ પ્રાણીઓ માટેનો મહત્ત્વનો સ્રોત હતો. વિકાસશીલ અર્થતંત્ર અને વૈશ્વીકરણ બાદ દેશની અંદર વિદેશી વન્યજીવોનો વપરાશ વધ્યો છે. આ પડકારોનો સામનો કરવા માટે ક્વૉરેન્ટાઇન રેગ્યુલેશન્સ, જૈવિક વિવિધતા અધિનિયમ, ૨૦૦૨ અને વાઇલ્ડ લાઇફ (પ્રોટેક્શન) ઍક્ટ હેઠળ કડક નિયમનકારી કાયદાઓ અને પ્રથાઓ હોવાં જરૂરી છે.’