ચોંકાવનારી વાત એ છે કે આ બાળકીની પાછળ તેના પપ્પા બેઠા છે અને પોતાની દીકરી રસ્તા પર સ્કૂટી ચલાવી રહી હોવાથી એ બાબતે ગર્વ અનુભવીને કોઈને થમ્સઅપ બતાવી રહ્યા છે
સ્કૂલ જતી એક બાળકીનો સ્કૂટી ચલાવતો વિડિયો જબરદસ્ત વાઇરલ થયો
રાજ્યના છત્રપતિ સંભાજીનગરમાં સ્કૂલ જતી એક બાળકીનો સ્કૂટી ચલાવતો વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે. એમાં ચોંકાવનારી વાત એ છે કે આ બાળકીની પાછળ તેના પપ્પા બેઠા છે અને પોતાની દીકરી રસ્તા પર સ્કૂટી ચલાવી રહી હોવાથી એ બાબતે ગર્વ અનુભવીને કોઈને થમ્સઅપ બતાવી રહ્યા છે. પિતા-પુત્રી બન્નેમાંથી કોઈએ હેલ્મેટ પણ નથી પહેરી.
આ વિડિયો જોઈને સોશ્યલ મીડિયા પર પેરન્ટલ જવાબદારી પર જોરદાર ચર્ચા શરૂ થઈ છે. અમુક લોકો તો એ જોઈને ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે આમાં બાળકીનો નહીં, તેના પેરન્ટ્સનો વાંક છે.