Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > VIP Vehicle Number Hike: હવે તમારા વાહન માટે VIP નંબર લેવો બનશે મોંઘો! ચૂકવવા પડશે અધધ આટલા રૂપિયા

VIP Vehicle Number Hike: હવે તમારા વાહન માટે VIP નંબર લેવો બનશે મોંઘો! ચૂકવવા પડશે અધધ આટલા રૂપિયા

02 September, 2024 12:00 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

VIP Vehicle Number Hike: પોતાના ચોઈસવાળા કે પછી VIP રજીસ્ટ્રેશન નંબર મેળવવા હોય તો તેની કિંમતમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

નંબર પ્લેટની પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ જર્ની)

નંબર પ્લેટની પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ જર્ની)


કી હાઇલાઇટ્સ

  1. ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર્સ અને અન્ય વાહનોની કેટેગરી માટે અલગ-અલગ રેટ નક્કી થયા છે
  2. `0001` નંબરની કિંમત અગાઉના 3 લાખ રૂપિયાથી વધીને ફોર-વ્હીલર માટે 5 લાખ રૂપિયા થઈ જશે
  3. મહારાષ્ટ્ર સરકાર દ્વારા કુલ 240 VIP નંબરો જુદા તારવવામાં આવ્યા છે

જો તમને તમારા વાહન માટે VIP, `ફેન્સી` કે પછી ‘ચોઈસ’ પ્રમાણેનો રજીસ્ટ્રેશન નંબર મેળવવો હોય તો આ સમાચાર તમારી માટે જ છે. કારણકે આવી ઈચ્છા ધરાવતા લોકોને હવે વધુ ચૂકવણી કરવી પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર 30 ઓગસ્ટ, 2024ના રોજ મહારાષ્ટ્ર સરકારે એક સૂચના જારી કરી હતી તે મુજબ પોતાના ચોઈસવાળા કે પછી VIP રજીસ્ટ્રેશન નંબર (VIP Vehicle Number Hike) મેળવવા હોય તો તેની કિંમતમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.


નવા રેટ લાગુ કરવામાં આવશે, `0001` રજિસ્ટ્રેશન નંબરની કિંમત વધીને રૂ. 6 લાખ!



ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર્સ અને અન્ય વાહનોની કેટેગરી માટે અલગ-અલગ રેટ સાથે વ્યક્તિગત અને કોમર્શિયલ બંને વાહનો પર નવા દરો લાગુ કરવામાં આવનાર છે. આ રીતે ભાવ વધારો થવાથી મુંબઈ, પૂણે અને અન્ય મોટા શહેરોમાં કે જ્યાં તેની માંગ વધારે હોય છે તે વિસ્તારોમાં ફોર-વ્હીલર માટે ખૂબ જ મોટા પ્રમાણમાં માંગવામાં આવતા `0001` રજિસ્ટ્રેશન નંબરની કિંમત વધીને રૂ. 6 લાખ સુધી (VIP Vehicle Number Hike)ની થશે.


મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે નોટિસ જારી કરવામાં આવી છે તે મુજબ જે ફીમાં સુધારો કરવામાં આવ્યો છે તે એમ પણ સૂચવે છે કે આઉટ-ઓફ-સીરીઝ VIP નંબર જો મેળવવો હોય તો તે માટે હવે ગ્રાહકોએ મુંબઈ, પુણે સહિતના મોટા શહેરોમાં રૂ. 18 લાખ સુધીનો ખર્ચ પણ કરવો પડી શકે છે. 

`0001` લેવા આપવા પડશે ૫ લાખ રૂપિયા?


સૌથી અમૂલ્ય તરીકે જે નંબર (VIP Vehicle Number Hike)ની ગણના થાય છે તે `0001` નંબરની કિંમત અગાઉના 3 લાખ રૂપિયાથી વધીને ફોર-વ્હીલર માટે 5 લાખ રૂપિયા થઈ જશે એવું જણાઈ રહ્યું છે. આ સાથે જ થ્રી-વ્હીલર માટે આ ફી  50,000 રૂપિયાથી બમણી થઈને 1 લાખ રૂપિયા થઈ સુધી પણ જઈ શકે છે. મુંબઈ તેમ જ મુંબઈના પરા વિસ્તારો, પુણે, થાણે, રાયગઢ, ઔરંગાબાદ, નાશિક અને કોલ્હાપુર જેવા વિસ્તારોમાં `0001` નંબર માટેની ફી રૂ. 6 લાખ સુધીનો ભાવ આંબી શકે છે. જે અગાઉના રેટથી તબ્બલ રૂ. 4 લાખથી વધુ છે.

આ સાથે જ રાજ્ય સરકારે આવા ટ્રાન્સફર સામેના અગાઉના પ્રતિબંધમાં ફેરફાર કરીને પત્ની, પુત્રો અને પુત્રીઓ સહિત પરિવારના તાત્કાલિક સભ્યોને વીઆઈપી નંબર ટ્રાન્સફર કરવાની મંજૂરી પણ આપી દીધી છે. આ ફી સ્ટ્રક્ચરમાં કરવામાં આવેલ ફેરફાર 16 સપ્ટેમ્બર, 2022ના રોજ જારી કરાયેલ ડ્રાફ્ટ સૂચનાને અનુસરે છે. છેલ્લે 20 એપ્રિલ, 2013ના રોજ ફી સુધારણા કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા કુલ 240 VIP નંબરો (VIP Vehicle Number Hike) તારવવામાં આવ્યા છે. જેમાં 0001 સિવાય 0009, 0099, 0999, 9999 અને 0786 જેવા નોંધપાત્ર નંબરોનો પણ સમાવેશ થાય છે. 0011, 0022, 0088, 0200, 0202, 4242, 5656 અને 7374 જેવા 189 રજીસ્ટ્રેશન નંબરો માટે સુધારેલી ફી ફોર-વ્હીલર્સ માટે રૂ. 25,000 અને ટુ વ્હીલ અને ટુ વ્હીલ કરતા વધુ વાહનો માટે રૂ. 6,000 છે.

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2024 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK