Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિનોદ ઘોસાળકર જીત્યા પછી ૧૦ વર્ષથી અટકી પડેલાં દહિસરનાં વિકાસકાર્યોને ગતિમાન કરવા માગે છે

વિનોદ ઘોસાળકર જીત્યા પછી ૧૦ વર્ષથી અટકી પડેલાં દહિસરનાં વિકાસકાર્યોને ગતિમાન કરવા માગે છે

Published : 16 November, 2024 08:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દહિસરના સ્થાનિક-પરિચિત વિનોદ ઘોસાળકરે દરેક ધર્મના લોકોના ઘર-ઘરમાં જઈને પ્રચાર હાથ ધર્યો છે.

વિનોદ ઘોસાળકર

વિનોદ ઘોસાળકર


દહિસર બેઠકના મહા વિકાસ આઘાડી-શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના ઉમેદવાર વિનોદ ઘોસાળકરને બોરીવલી-દહિસર વિસ્તારમાં પ્રચાર દરમ્યાન મતદાતાઓ તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો હોવાથી વિપક્ષોની ચિંતા વધી રહી છે એટલે તેઓ શિવસેનાને  ગુજરાતીઓની વિરોધી બતાવી રહ્યા છે એ સંદર્ભમાં વિનોદ ઘોસાળકરે કહ્યું હતું કે ‘હિન્દુ હૃદયસમ્રાટ સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરે તેમ જ ઉદ્ધવ ઠાકરે ક્યારે પણ હિન્દુત્વ કે ગુજરાતીઓના વિરોધી રહ્યા નથી. નિરુત્સાહી થયેલા વિરોધીઓ ખોટો પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.’


દહિસરના સ્થાનિક-પરિચિત વિનોદ ઘોસાળકરે દરેક ધર્મના લોકોના ઘર-ઘરમાં જઈને પ્રચાર હાથ ધર્યો છે. સર્વધર્મ સમભાવ-સદ‌્ભાવનાના વિચારોને લીધે વિનોદ ઘોસાળકરને તમામ ધર્મ- સંપ્રદાયના આચાર્યોના વિજયી ભવના આશીર્વાદ સાથે જ સ્થાનિક રહેવાસીઓ, ગુજરાતીઓ અને જૈન સમાજ તરફથી ભારે સમર્થન જોવા મળી રહ્યું છે. પ્રચાર-જનસંપર્ક દરમ્યાન તેઓ સ્થાનિકો સાથે આત્મીયતાથી વાત કરીને તેમની સમસ્યાઓ સમજવા માટે સમય આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા દાયકાથી સ્થાનિક લોકોની સમસ્યાઓ જેમની તેમ જ છે એટલે લોકો આ ચૂંટણીમાં પરિવર્તન ચાહે છે. ઠેકઠેકાણે સ્વાગત કરતા લોકો દ્વારા શાલ અને શ્રીફળ આપી વિજયની શુભેચ્છાઓ આપવામાં આવી રહી  છે.



ગોવિંદનગર, પ્રેમનગર, એકસર ગાવઠણ અને આસપાસમાં યોજાયેલી રૅલીઓમાં ઊમટેલા હજારો સમર્થકોએ વિજય ઘોસાળકરનું સ્વાગત કરીને પોતાનો ટેકો જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ‘છેલ્લાં દસ વર્ષોથી દહિસરનાં વિકાસકાર્યો અટકીને પડ્યાં છે. ચૂંટાઈને આવ્યા પછી નાગરિકોની સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવો અને વિકાસનાં કાર્યોને ગતિમાન કરવાં એ મારી પ્રાધાન્યતા છે.’


લોકોની અપેક્ષાઓ માટે વચનબદ્ધતા દોહરાવતાં તેમણે જણાવ્યું હતું કે તેમનો વિજય સાચા અર્થમાં સ્વ. અભિષેક ઘોસાળકરને લોકોની સાચી શ્રદ્ધાંજલિ પુરવાર થશે. શિવસેનાના પદાધિકારીઓ, કાર્યકરો,  કૉન્ગ્રેસ, NCP (SP), આમ આદમી પાર્ટી અને મહા વિકાસ આઘાડીના અન્ય ઘટક પક્ષોના નેતાઓ, કાર્યકરો, સમર્થકો મોટી સંખ્યામાં આ પ્રચારમાં જોડાયા છે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2024 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK