પ્રશાંત વાયદાંડે નામની વ્યક્તિએ ટ્વિટર પર આ વીડિયો શૅર કર્યો છે. પ્રશાંતે દલીલબાજીનો વીડિયો શૅર કરતાં મુંબઈ પોલીસ અને રેલવે અધિકારીઓને ટેગ પણ કર્યા છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની લોકલ ટ્રેન (Mumbai Local Train)માં દુર્વ્યવહારનો વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિ મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, ત્યારે તેની બે ગેરવર્તણૂક કરનારા લોકો સાથે બોલચાલ થઈ હતી. આ બે લોકો વકીલ હોવાનો દાવો કરતાં હતાં, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા તેની સામેની સીટ પર પગ લાંબા કરીને આરામ ફરમાવી રહી છે. સાથી મુસાફરે જ્યારે તેના પર વાંધો ઉઠાવ્યો અને મહિલાને તેના પગ નીચે રાખવા કહ્યું, ત્યારે તેમની વચ્ચે દલીલબાજી શરૂ થઈ હતી.
પ્રશાંત વાયદાંડે નામની વ્યક્તિએ ટ્વિટર પર આ વીડિયો શૅર કર્યો છે. પ્રશાંતે દલીલબાજીનો વીડિયો શૅર કરતાં મુંબઈ પોલીસ અને રેલવે અધિકારીઓને ટેગ પણ કર્યા છે. વીડિયોમાં પ્રશાંત સાથી મુસાફરોને તેમના પગ સીટ પરથી હટાવવાની વિનંતી કરતો જોઈ શકાય છે. અંતે મહિલા દલીલ શરૂ કરે છે અને તેને કહે છે કે તે વીડિયો રેકૉર્ડ કરી શકે નહીં. મહિલા દાવો કરે છે કે તે બંને વકીલ છે.
પ્રશાંતે લખ્યું ટ્વિટર પર મુંબઈ પોલીસને ટેગ કરીને લખ્યું કે “આ લોકો વકીલ હોવા હોવાનો દાવો કરે છે અને ટ્રેનમાં આ રીતે બેઠા છે.”
ADVERTISEMENT
મુંબઈ પોલીસે આ મામલાની નોંધ લીધી અને કોમેન્ટ સેક્શનમાં GRP મુંબઈને ટેગ પણ કર્યું.
યુઝર્સે આ વીડિયો પર અનેક પ્રતિક્રિયાઓ પણ આપી હતી. એક યુઝરે લખ્યું કે, "સીટ પર પગ મૂકવો એ ખરાબ શિષ્ટાચાર છે."
આ પણ વાંચો: NIAને ઈ-મેઇલ દ્વારા મળી મુંબઈ પર હુમલોની ધમકી, એજન્સીઓ સતર્ક
અન્ય એક યુઝરે સૂચવ્યું કે “ફાઇન તેને રોકી શકશે નહીં, પરંતુ તેમને એક મહિના માટે મુસાફરી કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં અથવા "હું એક વકીલ છું જેણે આ ટ્રેનની સીટ પર મારા પગ મૂક્યા, સહ-મુસાફરનો અનાદર કર્યો... મને માફ કરશો." આવા બોર્ડ સાથે બે દિવસ માટે સીટ સાફ કરાવવી જોઈએ.”