૨૦ મેના મતદાન પૂર્વે પાલઘરની બેઠક અંતર્ગત આવતા વિક્રમગડમાં મતદારોને રોકડ રકમ આપતો એક વિડિયો વાઇરલ થયો છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૨૦ મેના મતદાન પૂર્વે પાલઘરની બેઠક અંતર્ગત આવતા વિક્રમગડમાં મતદારોને રોકડ રકમ આપતો એક વિડિયો વાઇરલ થયો છે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સીટિંગ વિધાનસભ્ય સુનીલ ભુસારાએ આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રોકડ રકમ વહેંચવામાં આવી રહી હતી. આ વિડિયોની સચ્ચાઈ સામે BJPએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ બાબતે પક્ષને કંઈ લાગતુંવળગતું નથી. પાલઘરમાં ૬૩.૯ ટકા મતદાન નોંધાયું હતું.
નીલ ભુસારાએ જણાવ્યું હતું કે આ વિડિયો અસલી છે અને એમાં એક અજાણ્યો માણસ જોવા મળે છે જે મતદારયાદીમાં નામ હોય તેમને BJPના ચિહ્ન કમળને મત આપવાનું જણાવી ૫૦૦ રૂપિયા આપે છે. આ વિડિયો પરત્વે વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર પ્રત્યાઘાત દર્શાવાયા હતા. ભુસારાએ આ બાબતે પાલઘર ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને ફરિયાદ નોંધાવી હતી અને વિડિયોનો પુરાવો ધ્યાનમાં લીધા બાદ ઇલેક્શન કમિશન પગલાં લે એવી માગણી કરી હતી. શેડ્યુલ્ડ ટ્રાઇબ (ST) માટેની આ અનામત બેઠક પર શિવસેના (UBT)નાં ઉમેદવાર ભારતી કામડી સામે BJPના ઉમેદવાર ડૉ. હેમંત સાવરા મેદાનમાં હતા.