Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૦ લાખ રૂપિયાની લાંચ માગવાના આરોપસર ફૉરેસ્ટ રેન્જ ઑફિસરની ધરપકડ કરવામાં આવી

૨૦ લાખ રૂપિયાની લાંચ માગવાના આરોપસર ફૉરેસ્ટ રેન્જ ઑફિસરની ધરપકડ કરવામાં આવી

Published : 25 December, 2024 03:46 PM | Modified : 25 December, 2024 04:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વસઈ તાલુકાના સસુનવઘર ગામની હદમાં આવેલા સસુપાડા ખાતેની સાત ગુંઠા જમીન વન વિભાગમાં આવતી હોવાથી આ જમીન ૨૦૦૭માં જપ્ત કરવામાં આવી હતી.

ફૉરેસ્ટ રેન્જ ઑફિસર સંદીપ ચૌરે

ફૉરેસ્ટ રેન્જ ઑફિસર સંદીપ ચૌરે


વસઈ તાલુકાના સસુનવઘર ગામની હદમાં આવેલા સસુપાડા ખાતેની સાત ગુંઠા જમીન વન વિભાગમાં આવતી હોવાથી આ જમીન ૨૦૦૭માં જપ્ત કરવામાં આવી હતી. જમીનના માલિકને આ જમીન પાછી આપવા માટે માંડવીના ફૉરેસ્ટ રેન્જ ઑફિસર સંદીપ ચૌરેએ તેના સહયોગી ચંદ્રકાંત પાટીલના માધ્યમથી વીસ લાખ રૂપિયાની માગણી કરી હતી. જમીનના માલિક ફૉરેસ્ટ ઑફિસરને લાંચ નહોતા આપવા માગતા એટલે તેણે પાલઘર પોલીસના ઍ​ન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)માં આ સંબંધી ફરિયાદ નોંધાવી હતી. ACBએ ફરિયાદની ચકાસણી કરતાં એ સાચી હોવાનું જણાતાં ગઈ કાલે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ગઈ કાલે ફૉરેસ્ટ રેન્જ ઑફિસર વતી ચંદ્રકાંત પાટીલ દસ લાખ રૂ‌પિયાની લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. બાદમાં ફૉરેસ્ટ રેન્જ ઑફિસર સંદીપ ચૌરે સામે પણ લાંચ માગવાનો કેસ નોંધીને તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2024 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK