ગાર્સેટીએ આ મિશન માટે યુનાઇટેડ સ્ટેટ્સની કટિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરતાં અવકાશ સંશોધનમાં બંને રાષ્ટ્રો એટલે કે યુ.એસએ. અને ભારત વચ્ચેના સહયોગ પર ભાર મૂક્યો
એરિક ગાર્સેટ્ટી - તસવીર સૌજન્ય યુ.એસ. કોન્સ્યુલેટ
કી હાઇલાઇટ્સ
- ભારતીય અવકાશ યાત્રીને મોકલાશે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં
- નિસાર પ્રોજેક્ટની શરૂઆત અંગે એરિક ગાર્સેટ્ટીએ કરી વાત
- ભારત અને અમેરિકા સાથે મળીને એકબીજાની ક્ષમતાના ઉપયોગથી વિકાસ કરી શકે છે
ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગાર્સેટ્ટીએ તાજેતરમાં જ એક વિશેષ કાર્યક્રમમાં એવી જાહેરાત કરી હતી કે એક ભારતીય અવકાશયાત્રી આ વર્ષના અંત સુધીમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ના મિશન પર જશે અને આ 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત દરમિયાન તેમને આપવામાં આવેલા વચનને પુરું કરનારી ઘટના હશે.
ગાર્સેટીએ આ મિશન માટે યુનાઇટેડ સ્ટેટ્સની કટિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરતાં અવકાશ સંશોધનમાં બંને રાષ્ટ્રો એટલે કે યુ.એસએ. અને ભારત વચ્ચેના સહયોગ પર ભાર મૂક્યો.
ADVERTISEMENT
વળી તેમણે NISAR પ્રોજેક્ટ, NASA અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) વચ્ચેની સંયુક્ત પહેલની વાત કરી અને આ પ્રોજેક્ટ દ્વારા પૃથ્વી અવલોકન ક્ષમતાઓને વધારવાનો ઇરાદો છે. આ પ્રોજેક્ટ પણ વર્ષાંત સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.
યુ.એસ.ના 248મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં એક કાર્યક્રમમાં વાત કરતા, ગાર્સેટીએ ભારત અને યુએસએ કઇ રીતે સંશોધન અને નવી તકનીકોને મામલે એકબીજા સાથે મળીને અને એકબીજાની ક્ષમતાઓને ધ્યાનમાં રાખી કામ કરે છે તે વિશે જણાવ્યું.
તેમણે યુ.એસ. મિશનની તુલનામાં ભારતના ચંદ્રયાન 3માં ઓછો ખર્ચો કરાયો તેની નોંધ લીધો અને સાથે ભારતની અને અન્ય દેશોની અનન્ય ક્ષમતાઓને સ્વીકારી. સિવિલિયન ન્યૂક્લિયર એનર્જીની વાત કરતાં તેમણે ભારત અને યુએસની સરકારો ચૂંટણી પત્યા પછી આ મામલે સાથખે જોડાઇને કામ કરશે તેમ જણાવ્યું.
ગાર્સેટ્ટીએ ભારત અને યુ.એસ.એ, બંન્ને દેશોએ પ્રગતિ અને ઇનોવેશનને આગળ ધપાવવા માટે પોતપોતાની શક્તિઓના ઉપયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુ.એસ. પાસે કેટલીક ક્ષમતાઓ છે જેનો હાલમાં ભારતમાં અભાવ છે, આ બે રાષ્ટ્રોની શક્તિઓનું સંયોજન વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર લાભ અને પ્રગતિ માટેની તકો ઊભી કરે છે. અમેરિકા આ વર્ષના અંત સુધીમાં એક ભારતીય અવકાશયાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલશે.
નાગરિક પરમાણુ ઉર્જા ક્ષેત્ર અંગે, ગાર્સેટ્ટીએ જણાવ્યું કે ચૂંટણી પછી ભારત સરકાર બાકી જવાબદારીના મુદ્દાઓને સંબોધિત કરીને સાથે આગળ વધી શકે છે. ભારતમાં બે સ્થળો, ગુજરાતમાં મીઠી વિરડી અને આંધ્ર પ્રદેશમાં કોવવાડા, અમેરિકન કંપનીઓને પરમાણુ રિએક્ટર બનાવવા માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. જોકે, કંપનીઓએ સિવિલ લાયબિલિટી ન્યુક્લિયર ડેમેજ એક્ટ 2010 પર ચિંતા વ્યક્ત કરી છે, જે નો-ફોલ્ટ લાયબિલિટી શાસન દ્વારા પરમાણુ ઘટનાને કારણે થયેલા નુકસાન માટે પીડિતોને તાત્કાલિક વળતરની જોગવાઈ કરે છે.
એરિક ગાર્સેટ્ટીએ આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણનાં જે પણ પ્રયાસ અને કામગીરી બંન્ને દેશોમાં કરવામાં આવે છે તેની પણ વાત કરી અને મહિલા નેતૃત્વ, લીડરશીપ કેટલી અસરકારક નીવડે છે તેનો પણ ઉલ્લેખ કર્યો.
View this post on Instagram
થોડા વખત પહેલાં જ એરિક ગાર્સેટ્ટીને ભારતમાં એક વર્ષ પુરું થયું છે અને આ પ્રસંગે તેમણે સોશ્યલ મીડીયા પર મુકેલો આ વીડિયો પણ ખૂબ વાઇરલ થયો હતો.