જલગાંવના સંસદસભ્યે કહ્યું કે એક ભાઈએ દગો આપ્યો હોવા છતાં બીજો ભાઈ શિવસેના મારી સાથે છે
ગઈ કાલે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે સાથે ઉન્મેશ પાટીલ (જમણે) અને કિરણ પવાર (ડાબેથી બીજા). તસવીર: શાદાબ ખાન
ભારતીય જનતા પાર્ટી (BJP)એ જલગાંવના વર્તમાન સંસદસભ્ય ઉન્મેશ પાટીલની ટિકિટ કાપીને સ્મિતા વાઘને ઉમેદવાર બનાવતાં નારાજ ઉન્મેશ પાટીલ BJPને રામ-રામ કરીને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં જોડાઈ ગયા છે. જોકે શિવસેના (UBT)એ તેમને બદલે જલગાંવની બેઠક પરથી કિરણ પવારને ઉમેદવારી આપી છે. તેઓ ઉન્મેશ પાટીલની સાથે જ ઉદ્વવ ઠાકરેની પાર્ટીમાં જોડાયા હતા. એવું કહેવાય છે કે કિરણ પવાર ઉન્મેશ પાટીલના કટ્ટર સમર્થક છે. ૨૦૧૯માં ઉન્મેશ પાટીલ BJPમાંથી આશરે ૪ લાખ મતની બહુમતીથી ચૂંટાયા હતા.