આજે રેલવેપ્રધાન અંત્યોદય એક્સપ્રેસ અને એક સબર્બન ટ્રેનને લીલી ઝંડી આપશે
શશાંક રાવ
રેલવેપ્રધાન સુરેશ પ્રભુ આજે કુર્લા-LTT ખાતે તાતાનગર અને LTT વચ્ચે અંત્યોદય એક્સપ્રેસ તેમ જ મેક ઇન ઇન્ડિયા ઇનિશ્યેટિવ હેઠળ ઉત્પાદિત EMUને લીલી ઝંડી આપતાં પ્રવાસીઓને સગવડોની કેટલીક જાહેરાતો કરશે. એ ઉપરાંત કુર્લામાં મેકૅનાઇઝ્ડ લૉન્ડ્રી અને ચર્ચગેટ સ્ટેશને સોલર પાવર સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કરશે. ઉદ્ïઘાટન સમારંભમાં ૮ એપ્રિલથી લખનઉ અને LTT વચ્ચે AC સુપર ફાસ્ટ ટ્રેન શરૂ કરવાની જાહેરાતની પણ શક્યતા છે.
સંખ્યાબંધ નવી જાહેરાતોની અપેક્ષા વચ્ચે મુંબઈની સબર્બન રેલવે સર્વિસમાં અગાઉની સવલતોની બગડેલી હાલતની યાદી વધી રહી છે. ટિકિટો ખરીદવા માટેની લાંબી કતારોથી લોકોને બચાવવા માટે શરૂ કરવામાં આવેલા ATVMમાંથી ૨૦ ટકા ખોટકાયેલાં છે. સેન્ટ્રલ રેલવેના ક્ષેત્રના CST-કરજત/કસારા/પનવેલ સેક્શનમાં ૬૫૦માંથી ૧૮૫ અને ચર્ચગેટ-દહાણુ સેક્શનમાં ૪૫૭માંથી ૧૨૨ ATVM બંધ પડ્યાં છે. એ બધાં ખોટકાયેલાં ATVMનાં રિપેરિંગ-મેઇન્ટેનન્સ તરફ બેદરકારી રાખવામાં આવે છે. એ સંજોગોમાં ઉપનગરીય પ્રવાસીઓ ટિકિટો ખરીદવા માટે સ્માર્ટ કાર્ડ્સ જેવા વિકલ્પોનો સંપૂર્ણ વપરાશ કરી શકતા નથી.
શહેરમાં રેલવે ટિકિટોના કુલ વેચાણમાંથી ૧૫થી ૧૭ ટકા ટિકિટોનું ATVM દ્વારા થતું વેચાણ હવે વધીને ૨૦થી ૨૫ ટકા પર પહોંચ્યું છે.
કૅશ-કૉઇન ટિકિટ વેન્ડિંગ મશીન્સ (CoTVM) ગરબડિયાં સાબિત થતાં એ બધાં રેલવેતંત્રે ત્યજી દીધાં છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)