મળતી માહિતી મુજબ, એક અજાણ્યા શખ્સે નાગપુર સ્થિત નીતિન ગડકરીની ઑફિસ પર ફોન કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
ફાઇલ તસવીર
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari)ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમની નાગપુર (Nagpur) સ્થિત ઑફિસમાં લેન્ડલાઈન ફોન પર અજાણ્યા વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. નીતિન ગડકરીની ઑફિસ તરફથી નાગપુર પોલીસને ફરિયાદ આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, એક અજાણ્યા શખ્સે નાગપુર સ્થિત નીતિન ગડકરીની ઑફિસ પર ફોન કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે તેમની ઑફિસને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી. કેન્દ્રીય મંત્રીના કાર્યાલય તરફથી નાગપુર પોલીસને ફરિયાદ કરવામાં આવી છે, ત્યારબાદ નાગપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
૧૦ મિનિટમાં આવ્યા બે ફોન
નીતિન ગડકરીની ઑફિસને સવારે 11:30થી 11:40 વચ્ચે સતત બે ફોન આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. નીતિન ગડકરીના કાર્યાલય વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે, કેન્દ્રીય પ્રધાનના જનસંપર્ક કાર્યાલય નાગપુરના ખામલા ચોકમાં સ્થિત છે, જે તેમના ઘરથી લગભગ એક કિલોમીટર દૂર છે. નાગપુર પોલીસ અને નીતિન ગડકરીના કાર્યાલય દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.
પોલીસ નીતિન ગડકરીની ઑફિસે પહોંચી
બીજી તરફ માહિતી મળ્યા બાદ નાગપુર પોલીસ નીતિન ગડકરીની ઑફિસ પહોંચી ગઈ છે. કેન્દ્રીય મંત્રીના કાર્યાલયે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. પોલીસ તે નંબરને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેમાંથી ધમકીભર્યો કોલ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ધમકી ભર્યા ફોન મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન ગડકરીની ઑફિસની બહાર સિક્યોરિટી વધહરવામાં આવી છે.
જોશીમઠ વિશે નિવેદન
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ જોશીમઠમાં ધસતી જમીનમાંથી ઈથેનોલ અને ગ્રીન ઈંધણ અંગેના તેમના વિઝન વિશે વાત કરી હતી. બિઝનેસ ટુડેની બૅન્કિંગ અને ઈકોનોમી સમિટમાં ભાગ લેતા નીતિન ગડકરીએ કહ્યું કે ભારત આગામી 10 વર્ષમાં ઊર્જાનો નિકાસ કરતો દેશ બની જશે.
આ પણ વાંચો: કૉંગ્રેસ સાંસદ સંતોષ સિંહ ચૌધરીનું ભારત જોડો યાત્રા દરમિયાન અવસાન, જાણો વિગત
ચારધામ રૂટને કારણે જોશીમઠ ધસ્યું નથી
જોશીમઠમાં ભૂસ્ખલનની ઘટનાઓ પર નીતિન ગડકરીએ કહ્યું કે “નિષ્ણાતો જોશીમઠમાં ભૂસ્ખલનની ઘટનાઓના કારણોનો અભ્યાસ કરી રહ્યા છે. જોશીમઠ તેના ખડકને કારણે સમસ્યારૂપ છે.” તેમણે કહ્યું કે ચારધામ માર્ગના કારણે આ સ્થિતિ સર્જાઈ નથી. નીતિન ગડકરીએ કહ્યું કે તેઓ પેટ્રોલ અને ડીઝલને બદલવા માટે `ગ્રીન ફ્યુઅલ` તરફ કામ કરી રહ્યા છે. તેમાં હાઇડ્રોજન, ઇથેનોલ અથવા ઇલેક્ટ્રિક વાહનો (EV) સામેલ છે. ગ્રીન ફ્યુઅલ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ભારત ટૂંક સમયમાં જ ઊર્જાનો નિકાસ કરતો દેશ બનશે.