સાથે જ પાલી, બંગાળી, આસામી અને પ્રાકૃત ભાષાને પણ અભિજાત ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો આપવામાં આવે એ માટે છેલ્લાં ૯ વર્ષથી પ્રયાસ થઈ રહ્યા હતા. આખરે ગઈ કાલે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે મરાઠી ભાષાને અભિજાત દરજ્જો બહાલ કર્યો હતો. સાથે જ પાલી, બંગાળી, આસામી અને પ્રાકૃત ભાષાને પણ અભિજાત ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
અભિજાત દરજ્જા માટે કેટલાંક ધારાધોરણ નક્કી કરાયાં છે જે હેઠળ એની ચકાસણી કર્યા બાદ સાંસ્કૃતિક મંત્રાલય એને એ દરજ્જો આપે છે; જેમ કે એ ભાષા ૧૫૦૦થી ૨૦૦૦ વર્ષ જૂની હોવી જોઈએ, એમાં ત્યારનું સાહિત્ય આલેખાયેલું હોવું જોઈએ જે એનો વારસો ગણી શકાય, બીજી ભાષામાંથી એની ઉઠાંતરી ન થઈ હોય એવી સાહિત્યરચના જોઈએ, વળી અભિજાત ભાષા એ હાલની ભાષા કરતાં અલગ હોવી જોઈએ.
ADVERTISEMENT
દેશમાં ૬ ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો જેમાં તામિલ, સંસ્કૃત, કન્નડા, તેલુગુ, મલયાલમ અને ઓડિયા હતી. એમાં હવે મરાઠી સહિત પાલી, બંગાળી, આસામી અને પ્રાકૃત ભાષાનો પણ સમાવેશ કરાયો છે.